સંદેશા વ્યવહાર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી
→ ઈન્સેટ-1-બી અવકાશમાં છોડાતા (1983) ભારતમાં દુરસંચાર, દુરદર્શન, આકાશવાણી અને હવામાન વિભાગમાં ક્રાંતિનાં મંડાણ થયાં.
→ ઈન્સેટ-1-બીનું આયુષ્ય માત્ર સાત વર્ષનું જ હતું. આથી ઈન્સેટ-1-ડીને તરતો મુકાયો (1990).
→ IRS-1A (ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઈટ) સોવિયેટ રશિયાના બૈકાનુર મથકેથી વ્યાપારી ધોરણે છોડાયો. ત્યારબાદ IRS-1 બી તરતો મુકાયો (1991).
→ અવકાશવિજ્ઞાનક્ષેત્રે કૃત્રિમ ઉપગ્રહ છોડવા માટે એ.એસ.એલ.વી. (ઓગમેન્ટેડ સેટેલાઈટ લોન્ચ વિવ્હકલ) ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધું હતું (1980).
→ ભારતમાં રેડિયોની શરૂઆત કોલકાતા અને ચેન્નાઈથી ખાનગી ટ્રાન્સમિટર દ્વારા થઈ.
→ સરકારે રેડિયો પ્રસારણ પોતાના હસ્તક લઈ લીધું (1930) અને તેને ઓલ ઇન્ડિયા રેડિયો એવું નામ આપ્યું (1936).
→ આકાશવાણી કેન્દ્રો તરીકે જાણીતા સ્થાનોની સંખ્યા (1985) 71 હતી તે વધીને (1994) 160ની થઈ.
→ ભારતમાં દૂરદર્શનનો પ્રથમ પ્રયોગ 1965માં થયો.
→ સર્વપ્રથમ મુંબઈ (1972) અને તે પછી કોલકાતા, ચેન્નાઈ, શ્રીનગર, અમૃતસર, જલંધર અને લખનૌ કેન્દ્રો દ્વારા દૂરદર્શનની સેવાઓનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું.
→ ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને અલગ કરવામાં આવ્યા.
→ (1976) દૂરદર્શન પર રાષ્ટ્રીય કાર્યક્રમો(1987)થી બપોરનું પ્રસારણ (1989)થી શરૂ કરવામાં આવ્યું અને પ્રાયોજિત શ્રેણીનો પ્રારંભ (1984) થયો.
→ આઝાદી સમયે 23,326 જેટલી પોસ્ટઓફિસો હતી.
→ ઉપગ્રહની મદદથી મનીઓર્ડર મોકલવાની શરૂઆત થઈ (1994) પરંતુ આજે ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેંન્કિંગ સિસ્ટમથી મનીઓર્ડરસેવા પણ લુપ્તપ્રાય: બની રહી છે.
→ ગુજરાતે વહીવટી ક્ષેત્રે પોતાનું નેટવર્ક (GSWAN-Gujarat State Wide Area Network) વિકસાવ્યું છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇