→ કોઠારી પંચે શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાનો વિકાસ થાય અને ભારતીય યુનિવર્સિટીઓમાં વિદ્યાકીય તાલીમ અને સંશોધનનાં ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ધોરણની સમકક્ષનું ધોરણ સ્થપાય એ માટે ભલામણો કરી હતી. એ મુજબ એક આઈ.આઈ.ટી. અને કૃષિવિષયક યુનિવર્સિટીનો સમાવેશ થાય.
→ દેશમાં એન્જિનિયરિંગક્ષેત્રે સર્વપ્રથમ થોમ્પસન કૉલેજ (1845) હતી. આ કૉલેજ સ્વતંત્રતાપ્રાપ્તિ બાદ રૂરકી એન્જિનિયરિંગ યુનિવર્સિટી બની હતી. (1948)
→ ભારત સરકારે NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ સંસ્થા) સ્થાપી. આ સંસ્થાના નેજા હેઠળ દરેક રાજ્યમાં રાજ્યવાર સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.
→ અણુ સંશોધન, અવકાશ સંશોધન અને અન્ય વૈજ્ઞાનિક તેમજ ટેક્નોલોજિકલ વિકાસ ભારતીય સંસદે વૈજ્ઞાનિક નીતિનો ઠરાવ પસાર કર્યો (1958) જેના થકી વૈજ્ઞાનિક સંશોધન તાલીમ અને વિકાસનાં નવાં દ્વાર ખૂલ્યાં.
→ પદાર્થનો નાનામાં નાનો એકમ તે અણુ. આ અશુ સૂક્ષ્માતિસૂક્ષ્મ કણો પરાવે છે, જેને પરમાણુ કહે છે.
→ અણુ- શક્તિપંચની સ્થાપના (1948) થતાં ડૉ. હોમીભાભા આ સંસ્થાના અધ્યક્ષ બન્યા.
→ દેશમાં પ્રથમ 'અપ્સરા' નામે અણુભટ્ટી તૈયાર થઈ (1956) અને ટ્રોમ્બે (મુંબઈ નજીક) એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ (AEE) નામે સંસ્થાની સ્થાપના થઈ (1957).
→ ડૉ. હોમીભાભાનું અવસાન થતાં તેમની સ્મૃતિને કાયમ રાખવા સરકારે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) એવું નામ આપ્યું.
→ ડો. વિક્રમ સારાભાઈ તેમના અનુગામી બન્યા. તેમની સિદ્ધિઓ બદલ તેમને શ્રી. શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરિયલ અવૉર્ડ પ્રાપ્ત થયો.
→ ભારતમાં 'ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ની રચના ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી દ્વારા થઈ (1962). ત્યારબાદ નાના રોકેટ છોડવાનું શરૂ કરાયું.
→ થુમ્બા ખાતે 'ઈક્વેટોરિયલ રોકેટ લૉન્ચિંગ સ્ટેશન' સ્થપાયું (1963). વળી, થુમ્બા ખાતે બીજા 'સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલૉજી સેન્ટર' ની સ્થાપના થઈ.
→ અમદાવાદમાં જોધપુર ટેકરા ખાતે 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ની સ્થાપના થઈ (1969).
→ સરકારમાં 'ડિપાર્ટમેન્ટ સૌફ સ્પેસ' અને 'સ્પેસ કમિશન'ની સ્થાપના થઈ.
→ પ્રજાસત્તાક ભારતમાં બેંગ્લોર ખાતે 'ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' ની સ્થાપના થઈ. આ જ ઇસરો સંસ્થા દ્વારા 'આર્યભટ નામે કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકવામાં બાબો જે થકી ભારતની અવકાશયુગમાં પ્રવેશ થયો.
→ ભાસ્કર-1 (1979) અને ભાસ્કર-2 (1981) અવકાશમાં છોડાયા.
→ શ્રી હરિકોટા અવકાશી મથકેથી રોહિણી (RS-1) કૃત્રિમ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મુકાયો (1980), તે માટે SLV-3 નામે અવકાશયાનનો ઉપયોગ થયો જે થકી ભારત અવકાશ ક્લબનું વિશ્વમાં 6ઠ્ઠું સભ્ય બન્યું.
0 Comments
Any suggestions, Please comment Below 👇