Ad Code

વીજળી Vijali

→ 'વીજળી' જળસમાધિની 136મી વરસી "હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ”

→ 8 નવેમ્બર 1888 ના દિવસે 'વીજળી' નામનું જહાજ સૌરાષ્ટ્રના માંગરોળ- સોમનાથ વચ્ચે દરિયામાં ડૂબી જતાં મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી હતી.

વીજળી' '
→ આ બોટનું નામ 'વૈતરણા' (ઓફિશિયલ નામ) હતું પણ આ બોટ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ 'વીજળી' નામથી વધારે ઓળખાય છે.

→ આ બોટના માલિક શેઠ હાજી કાસમ હતા. જે મુંબઈમાં રહેતા હતા અને ધી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીના ડિરેક્ટર હતા.

→ આ બોટની ભાર વહન ક્ષમતા 63 ટન હતી અને એની સ્પીડ એક કલાકમાં 13 નોટીકલ માઈલ હતી.

→ આ બોટનું નિર્માણ ગ્રેંજમાથ ડૉકયાર્ડ કંપની દ્વારા વર્ષ 1885માં કરવામાં આવ્યું હતું.

→ વીજળીની સાથે બે હાજી કાસમના નામ જોડાયેલા છે.

→ એક હાજી કાસમ ઇબ્રાહિમ આગબોટવાળા, જેઓ જહાજના કપ્તાન હતા, જ્યારે બીજા હતા કાસમ નૂરમોહમ્મદ હાલાઈ, જેઓ પોરબંદર ખાતે શેફર્ડ કંપનીના બુકિંગ એજન્ટ હતા.

→ 'હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!', (ઝવેરચંદ મેઘાણી)

Post a Comment

0 Comments