જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ | Independence Day of Junagadh
જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ Independence Day of Junagadh
→ દર વર્ષે 9 નવેમ્બરના રોજ જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવે છે.
→ માઉન્ટ બેટને 25 જુલાઇ, 1947ના રોજ તમામ રજવાડાઓને જોડાણખત પર હસ્તાક્ષર કરવા માટે પત્ર મોકલ્યો હતો. પરંતુ જૂનાગઢે આ પત્રનો કોઈ જવાબ ન આપ્યો અને જૂનાગઢનાં બાબીવંશના નવાબ મહોબતખાન ત્રીજાએ વજીર શાહનવાઝ ભુટ્ટોની સલાહથી 15 ઓગસ્ટ, 1947ના દિવસે પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ જાહેર કર્યું.
→ 25 ઓગસ્ટ, 1947ના રોજ રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઇ. જે અંતર્ગત જૂનાગઢને ભારતસંઘ સાથે જોડવા માટે અમૃતલાલ શેઠ અને શામળદાસ ગાંધીના અધ્યક્ષપણા હેઠળ મુંબઇના માધવબાગ ખાતે 25 સપ્ટેમ્બર, 1947ના રોજ 6 સભ્યોની આરઝી હકૂમતની રચના કરી હતી.
→ લોક્સેનાના સેનાપતિ રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ જૂનાગઢ આઝાદ સેના ની રચના કરવામાં આવી હતી.
→ જેણે 30 સપ્ટેમ્બર, કબજે 1947ના રોજ રાજકોટમાં આવેલું જૂનાગઢ હાઉસ કબજે કર્યું અને તેને આરઝી હકૂમતનું વડુમથક બનાવ્યું.
→ જૂનાગઢની મુક્તિ માટે સરદાર વલ્લભભાઇ પટેલે જૂનાગઢથી સોમનાથ જઇને ભગ્ન દેવાલયના જીર્ણોદ્વારની પ્રતિજ્ઞા કરી હતી. હિન્દુસ્તાન ઝિંદાબાદ અને જય સોમનાથ આ બે ઘોષણાઓ આરઝી હકૂમત અને જૂનાગઢ મુક્તિના યાદગાર પ્રતિકો છે.
→ આરઝી સરકારનું બંધારણ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઘડી આપ્યું હતું.
→ આરઝી હકૂમત ઉર્દુ ભાષાનો શબ્દ છે જેનો અર્થ કામચલાઉ સરકાર એવો થાય છે, આરઝી હકૂમતના ચિન્હમાં ગિરનાર પર્વત અને સિંહ નું ચિત્ર હતું.
→ આરઝી હકૂમત અંતર્ગત એક ભૂગર્ભ રેડિયો સૌરાષ્ટ્ર રેડિયો શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી ચલો જૂનાગઢ એક સાથ અને આરઝી હકૂમત જિંદાબાદ રેકોર્ડ વગાડવામાં આવતી હતી.
→ ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો ત્યારે જૂનાગઢના નવાબ મહોબતખાન જૂનાગઢની જવાબદારી દીવાન શાહનવાઝ ભુટ્ટો પર નાખી પાકિસ્તાન નાસી છૂટયા એટલે 9 નવેમ્બર, 1947ના રોજ ભારતીય લશ્કરે જૂનાગઢનો કબજો લઈ લીધો.
→ છેવટે શાહનવાઝ ભુટ્ટોએ સૌરાષ્ટ્રના કમિશનર નીલમ બૂચને પત્ર લખી જૂનાગઢનો કબજો આપ્યો. આમ, 9 નવેમ્બર, 1947 ના રોજ જૂનાગઢ ભારત સંઘમાં જોડાયું માટે જૂનાગઢના લોકો આ દિવસને આઝાદી દિન તરીકે ઉજવે છે.
0 Comments