Ad Code

ખીરસરા મહેલ| Khirsara Palace


→ સ્થાન : આ મહેલ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ ખીરસરા ગામે આવેલો છે.

→ આ મહેલ નાની ધારા અને ટેકરીઓ વચ્ચે કાળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકર જેટલા વિસ્તારમાં પથરાયેલ છે.

→ આ મહેલમાં 24 રજવાડી ઓરડા છે, જેમાં એક મહારાજાનો અને અન્ય 23 ઓરડાઓ છે.

ખીરસરા મહેલનો ઇતિહાસ
→ કહેવાય છે કે, આ મહેલ ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો.

→ એક વાયકા છે કે, રાજકોટના ઠાકોરની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજી દ્વારા આ કિલ્લા જેવા મહેલ પરિસરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

→ આ મહેલનું દિવસે ચણતર કરવામાં આવતું, પરંતુ રાત થતાં જ ચણતર પડી જતું. અનેક વખત આ પ્રકારની ઘટના ઘટી. એ જ અરસામાં એક પીર બાબા ખીરસરા આવ્યા.

→ રણમલજી તેમની પાસે ગયા અને મહેલના ચણતર અંગે વાત કરી. તેમના માર્ગદર્શન મુજબ રણમલજીએ એમાં ભુલવણી બનાવી, જેમાં ચારસો માણસ રહી શકતા.

→ આજે પણ અહીં પીરનું સ્થાનક તથા તેમના વંશજોની કબરો આવેલી છે.

→ યુદ્ધ સમયમાં શત્રુઓ પર હુમલો કરવા અને તેમનાથી બચવા માટે આ ભુલવણીનો ઉપયોગ કરવામાં આવતો હતો, આથી જ ખીરસરાનો મહેલ અજીત રહી શક્યો હતો.

Post a Comment

0 Comments