→ ભારતના જાણીતા સમાજસુધારક અને કેળવણીકાર ધોંડો કેશવ કર્વે
→ તેઓ મહર્ષિ કર્વે તરીકે પણ જાણીતા છે.
મહિલા સશક્તિકરણ ક્ષેત્રે યોગદાન
→ તેમણે સમાજ સુધારક તરીકે સ્ત્રીઓના હક્ક અને કેળવણી માટે મહત્વના કાર્યો કર્યા હતાં. તેમણે વિધવાઓના પુનઃલગ્નને માન્યતા અપાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.
→ વર્ષ 1916માં તેમણે મહિલાઓ માટે ભારતની પ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કરી, જેનું નામ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસે મહિલા યુનિવર્સિટી છે. જે જાપાનના ટોકયોમાં મહિલા યુનિવર્સિટી દ્વારા પ્રેરિત છે.
→ તેમણે વર્ષ 1893માં વિધવાઓના પુનઃલગ્નને પ્રોત્સાહન આપવા અને તેમના અનાથ બાળકોની સંભાળ રાખવા હેતુ વિધવા-વિવાહોત્તેજક મંડળીની સ્થાપના કરી.
→ તેમણે મહિલાઓ માટે પૂણે (મહારાષ્ટ્ર) ખાતે મહિલા વિશ્વવિધાલયની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1896માં હિંગોલી(મહારાષ્ટ્ર) ખાતે હિન્દુ વિધવા ગૃહની સ્થાપના કરી હતી. જે વિધવાઓને શિક્ષણ અને ગૃહની સેવા પૂરી પાડતુ હતું.
પુરસ્કાર
→ પદ્મ વિભૂષણ(1955)
→ ભારત રત્ન (1958) (તેમની 100મી જન્મજયંતી નિમિત્તે)
→ તેઓએ પ્રાથમિક શિક્ષણ મુંબઇથી લીધું હતું. તેઓ શરૂઆતમાં નાની મોટી નોકરી કરતાં હતાં ત્યારબાદ પુણેની ફર્ગ્યુશન કોલેજમાં ગણિતના પ્રોફેસર બન્યા હતા.
→ તેમણે વર્ષ 1928માં આત્મવૃત્ત (મરાઠી)માં અને વર્ષ 1936માં લુકિંગ બેક અંગ્રેજી ભાષામાં એમ બે આત્મકથા લખી હતી.
→ તેમણે વર્ષ 1944માં માનવ સમાનતાના પ્રસાર માટે સમતા સંઘની સ્થાપના કરી હતી.
→ મુંબઇના કિવન્સ રોડનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું છે.
→ વર્ષ 1958માં ભારતના ટપાલ વિભાગ દ્વારા તેમના નામે ટપાલ આવી હતી.
0 Comments