મહાગુજરાત આંદોલન દરમિયાન પ્રચલિત થયેલાં નિવેદનો
“ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી.”→ ઇન્દુલાલ યાજ્ઞિક
“આપણી લોકશાહીમાં 'લોક' આપણી સાથે છે. શાહી અને શાહીપણું નહેરુ સાથે છે.”→ સનત મહેતા
“હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, પણ હું હિન્દુસ્તાનને ગુજરાત માટે હોડમાં મૂકવા તૈયાર નથી.”→ મોરારજી દેસાઈ
“જરૂર પડયે હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ.”→ મોરારજી દેસાઈ
“બંદૂકની ગોળીઓ ઉપર નામ-સરનામાં લખેલાં હોતાં નથી, તેથી તે કોને વાગે તે કહી શકાય નહીં.”→ ઠાકોરભાઈ દેસાઈ
“ઇન્દુલાલ યાજ્ઞિક કે હરિહર ખંભોળજા - મુંબઈ મહારાષ્ટ્રનું છે તેમ કહેનારા કોણ છે ?”→ સર પુરુષોત્તમ ત્રિકમદાસ
“મુંબઈના ટુકડા કરીને ગુજરાત રહી શકશે નહીં”– ડૉ. નરવણે
“હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર પર દાવો કરું પરંતુ આ પ્રશ્નનો નિર્ણય હું મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડું છું.”→ વિનોબા ભાવે
"અમદાવાદ ગુજરાતનું પાટનગર થાય, પરંતુ પાટનગર થવું હશે તો કિંમત ચૂકવવી પડશે.”→ મોરારજી દેસાઈ
“મોરારજીના ઉપવાસ એ જ ખુદ હિંસક તત્ત્વ છે, કેમ કે તેમણે પોલીસ દમનની સામે દુ:ખનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. આ તો નબળા મનનો માનવી બૈરી પર શૂરો”. → ડો. સુમંત મહેતા
“આંદોલન કચડવા ધમકીઓ અપાય છે. પરંતુ આવા શબ્દો ઇન્દુલાલ યાજ્ઞિક જનરલ ડાયરના મોં એ શોભે તેવા છે.”→ ઇન્દુલાલ યાજ્ઞિક
“આવા આંધળા ગોળીબાર કરવાનું બુદ્ધિનું પ્રદર્શન કદી જોયું નથી."→ બ્રહ્મકુમાર ભટ્ટ
“મહા ગુજરાતનું કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાહ્યાઓએ ડૂબાડી દીધેલું છે.”→ ઇન્દુલાલ યાજ્ઞિક
“ગાંધીજી કહેતા હતા અંગ્રેજોના ગયા પછી ગોળીઓ તમે લખોટીની જેમ રમી શકશો, પરંતુ તેમના ગયા પછી તેમની કોઈ એક માસ સુધી અસર નહીં થઈ. ગોળીબાર થયા પછી મને ખાવાનું ભાવ્યું નથી.”→ રવિશંકર મહારાજ
“મુંબઈની સરકારમાં મોરારજીભાઈ નથી તેથી ગુજરાતની કોંગ્રેસને વૈધવ્ય પ્રાપ્ત થયું છે.”→ ઇન્દુલાલ યાજ્ઞિક
“રાત-દિવસ એક થાય અને પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઊગે તો પણ મહાગુજરાત ન થાય ”→ રતુભાઈ અદાણી
"અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટથી આપશે.”→ ઇન્દુલાલ યાજ્ઞિક
“આપણે દ્વિભાષી રાજ્યના ભુક્કા બોલાવીશું, કાં તો મહાગુજરાત લઈશું કાં તો મોતને ભેટીશું.”→ ઇન્દુલાલ યાજ્ઞિક
“એક નહીં અગિયાર મોરારજીભાઈ અને બાવીસ જવાહરલાલ આવે તો પણ મહાગુજરાતને આવતું કોઈ રોકી શકશે નહીં.”→ હરિહર ખંભોળજા
“ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાઈ નથી આથી જલદી વિભાજન કરવામાં આવે.”→ યશવંતરાવ રહવાણ
0 Comments