→ બંગાળના બેતાજ બાદશાહ અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની
→ તેઓ કોલકાત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા હતા.
2 વખત ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS)ની પરીક્ષા પાસ કરી
→ તેમણે વર્ષ 1869માં ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS)ની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ ઉંમર સંબંધિત વિવાદના કારણે ગેરમાન્ય ઠર્યા હતા. ત્યારબાદ ફરીથી વર્ષ 1871માં ICS પરીક્ષા પાસ કરી હતી.
→ વર્ષ 1867માં તેમની પહેલા સત્યેન્દ્રનાથ ટાગોર ICS બનનાર પ્રથમ ભારતીય હતા.
સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન
→ તેઓએ 26 જુલાઇ, 1876માં આનંદ મોહન બોઝ સાથે મળીને પ્રથમ ઇન્ડિયન નેશનલ એસોસિયેસનની સ્થાપના કરી હતી. જે આગળ જતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC)માં ભળી ગઈ હતી.
→ તેમણે વર્નાકયુલર પ્રેસ એકટ (1878)નો વિરોધ કર્યો હતો અને ઇલ્બર્ટ બિલનું સમર્થન કર્યું હતું.
→ તેમણે વર્ષ 1879માં ધ બંગાળી નામના સમાચાર પત્રની શરૂઆત કરી હતી.
→ તેમણે વર્ષ 1883માં કોલકાતામાં પ્રથમ અખિલ ભારતીય રાષ્ટ્રીય સંમેલન આયોજીત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
→ તેઓ વર્ષ 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા.
→ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના વર્ષ 1895માં પૂણે ખાતેના 11મા અધિવેશન અને વર્ષ 1902માં અમદાવાદ ખાતે 18મા અધિવેશન (ગુજરાતનું પ્રથમ INC અધિવેશન)ના અધ્યક્ષ રહ્યા હતા.
→ તેમણે વર્ષ 1905માં લોર્ડ કર્ઝનના બંગાળના ભાગલાનો વિરોધ કરીને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકયો હતો.
→ અંતે વર્ષ 1911માં બંગાળના ભાગલા રદ થયા હતા. આ દરમિયાન લોકોએ તેમને બંગ કેસરી કહી નવાજ્યા હતા.
→ તેઓ વર્ષ 1907માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુરત ખાતેના અધિવેશનમાં કોંગ્રેસના વિભાજનમાં નરમ દળ(મવાળવાદી)ના નેતા હતા.
→ તેઓ વર્ષ 1913માં બંગાળ લેજિસ્લેટિવ કાઉન્સિલના સદસ્ય બન્યા હતા.
→ વર્ષ 1919માં ભારતીય રાષ્ટ્રીય લિબરેશન ફેડરેશન નામની સંસ્થા સ્થાપી હતી.
→ વર્ષ 1883માં વ્યોમેશચંદ્ર બેનર્જીએ કલકતા હાઇકોર્ટમાં કોર્ટની અવમાનના કેસમાં સુરેન્દ્રનાથ બેનર્જીનો બચાવ કર્યો હતો.
→ તેઓ પત્રકાર, લેખક, અધ્યાપક અને પ્રભાવશાળી વકતાની સાથે રાષ્ટીયતાના પ્રબળ પ્રચારક અને આજીવન દેશસેવાના ભેખધારી હતા.
→ તેઓ વર્ષ 1871માં સિલ્હટ (વર્તમાન બાંગ્લાદેશ)માં સહાયક મેજીસ્ટ્રેટ તરીકે નિમાયા હતા.
→ તેમણે અ નેશન ઇન મેકિંગ નામે આત્મકથા લખી હતી.
→ વર્ષ 1921માં અંગ્રેજ સરકારે તેમને સર ની ઉપાધિથી સન્માનિત કર્યા હતા.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1983માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments