વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | Vishnuprasad Trivedi
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
→ જન્મ : 4 જુલાઇ, 1899 (ઉમરેઠ, આણદ)
→ પિતા : રણછોડલાલ
→ માતા : જેઠીબાઇ
→ અવસાન: 10 નવેમ્બર, 1991
→ પૂરુંનામ : વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી
→ ઉપનામ : પ્રેરિત, પહેરેગીર (કાકાસાહેબ કાલેલકર દ્વારા)
→ 'પ્રેરિત'ઉપનામ થી જાણીતા ગરવા ગુજરાતી, સંન્નિષ્ઠ સારસ્વત, વિવેચક અને નિબંધકાર
→ તેમના સાહિત્યિક ઘડતરમાં આનંદશંકર ધ્રુવનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
→ તેમણે પ્રાથમિક શિક્ષણ ઠાસરા અને બોરસદ તથા માધ્યમિક શિક્ષણ નડિયાદ અને કપડવંજ ખાતે લીધું હતું.
→ અભ્યાસકાળ દરમિયાન તેમણે રાજકારણ અને સાહિત્યના વિષયોની ચર્ચા માટે સાત ભાઈઓનું મંડળ નામથી એક સભાની રચના કરી હતી.
→ તેમણે વર્ષ 1920માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તે સાથે જ તેઓ ગુજરાત કોલેજમાં ફેલો તરીકે નિયુક્ત થયા હતાં.
→ તેઓ વર્ષ 1921માં સુરતની એમ.ટી.બી કોલેજમાં ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતાં.
→ વર્ષ 1923માં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ એમ.એ. અને પીએચ.ડી.ના વિધાર્થીઓના ગુજરાતી વિષયના અધ્યાપક રહ્યાં હતાં.
→ તેઓ વર્ષ 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ બન્યા હતા.
→ ગુજરાત સરકાર દ્વારા તેમને સૌપ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
→ વર્ષ 1960માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલા ગો.મા.ત્રિપાઠી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો ગોવર્ધનરામ: ચિંતક ને સર્જક ખૂબ સફળ રહેલા.
→ તેઓ વર્ષ 1961માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યાં હતાં. આ ઉપરાંત નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ રહ્યાં હતાં.
→ કાકાસાહેબે તેમનું સાહિત્યના પહેરેગીર અને ગોવર્ધનરામ ત્રિપાઠીએ મનીષિથી સંબોધન કર્યુ હતું.
→ તેમની ઉપાયન કૃતિને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને દ્રુમપર્ણ કૃતિને રાજાજી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
પુરસ્કાર
→ રણજીતરામ સુવર્ણચંદ્રક(1944)
→ નર્મદ સુવર્ણચંદ્ર(1945)
→ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર (1985)
→ નરસિંહ મહેતા પુરસ્કાર(1990)
→ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમનું ડી. લિટ્ની માનદ્ પદવીથી સન્માન કર્યુ હતું.
સાહિત્ય સર્જન
→ વિવેચન ગ્રંથ : પરિશીલન, વિવેચના, ઉપાયન, ગોર્વધનરામ : ચિંતન અને સર્જક, સાહિત્યસંસ્પર્શ
→ વ્યાખ્યાનો : અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, ગોવર્ધનરામ: ચિંતક ને સર્જક
→ અંગ્રેજી કાવ્યો : હિમ, આફ્ટરનૂન બિયોન્ડ ધ રીવર વાત્રક
→ નિબંધ સંગ્રહ : ભાવનાસૃષ્ટિ, દ્રુમપર્ણ, આશ્ચર્યવત
0 Comments