Ad Code

સ્વતંત્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણનો વિકાસ | Development of Primary Education in Independent India


સ્વતંત્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણનો વિકાસ

લૉર્ડ વિલિયમ બેન્ટિકના શાસન સમયથી ભારતમાં આધુનિક શિક્ષણની શરૂઆત થયાનું ગણાવી શકાય.

→ સ્વતંત્રતા સમયે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં 6 થી 11ની વયજૂથનાં કુલ બાળકો પૈકી 35% જેટલાં જ બાળકોને શાળાએ લાવી શકાયાં હતાં.

→ 6 થી 11ની વયનાં બાળકો માટે પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવવામાં આવી અને દરેક પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક શિક્ષણને વધુ ને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું.

→ ભારત સરકારે પ્રાથમિક શિક્ષણમાં બુનિયાદી શિક્ષણનો સિદ્ધાંત સ્વીકાર્યો.

શ્રી બી. જી. ખેરના અધ્યક્ષપણા નીચે એક સમિતિ નિમાઈ (1948) જેણે ત્રણ પંચવર્ષીય યોજનાના ગાળા દરમિયાન દેશમાં સંપૂર્ણપણે બુનિયાદી શિક્ષણ દાખલ કરવાનું નક્કી કર્યું.

→ ત્રણ યોજનાઓ દરમિયાન અનેક જુનિયર બુનિયાદી અને સિનિયર બુનિયાદી શાળાઓ શરૂ થઈ.


સ્વતંત્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ

→ સ્વતંત્રતાપ્રાપ્તિ સમયે 'મધ્યસ્થ શિક્ષણ સલાહકાર બોર્ડે' ઠરાવ કરી દેશમાં માધ્યમિક શાળાના શિક્ષણ બાબતે એક પંચ નીમવા ભલામણ કરી હતી (1948) તે અનુસાર સરકારે મદ્રાસ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.એ. લંકાસ્વામી મુદલિયારના અધ્યક્ષપણા હેઠળ માધ્યમિક શિક્ષણ પંચ નીમ્યું. તેનો અહેવાલ મળતાં સરકારે આ પંચ પર સક્રિય પગલાં ભયાં. જેથી આ પંચની મોટાભાગની ભલામણો સ્વીકારાઈ. આ પંચે 183 ભલામણો કરી હતી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના અધ્યક્ષપણા હેઠળ ભારત સરકારે એક યુનિવર્સિટી શિક્ષણપંચ નીમ્યું (1948) જેણે એક વર્ષમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો.સરકારે આ પંચની મોટાભાગની ભલામણોનો સ્વીકાર કરતાં-

→ યુનિવર્સિટીઓના મોટાભાગના અભ્યાસક્રમો એકસરખા રાખવામાં આવ્યા.

→ શિક્ષણનું માધ્યમ બહુધા માતૃભાષા રખાયું.

→ દેશમાં ખેતીવાડી, ઈજનેરી, તબીબી, કાનૂની વ્યવસાયલક્ષી ડિપ્લોમા અભ્યાસક્રમ આપતી કોલેજો તથા સંસ્થાઓમાં વધારો કરવો.

→ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સ્થાપવું

→ કૉલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યાની મર્યાદા નક્કી કરાઈ.

→ અભ્યાસક્રમ તેમજ પરીક્ષાપદ્ધતિમાં સુધારા

→ અધ્યાપકોના પગારમાં વધારો


ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડી (1968). આ નવી નીતિ મુજબ શૈક્ષણિક ધોરણોની જાળવણી ઉપરાંત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને પ્રૌઢ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો



યુનિવર્સિટીઓની સ્થાપના

→ સ્વતંત્રતા બાદ ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપનામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. શિક્ષણને રાજ્યયાદીમાં સ્થાન અપાયું હોવા છતાં બનારસ, દિલ્હી, અલીગઢ, વિશ્વભારતી અને જવાહર લખનૌ યુનિવર્સિટી કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે. ત

→ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (બેંગ્લોર)

→ ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (દિલ્હી)

→ ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડિઝ (દિલ્હી)

→ તાતા ઇન્સ્ટિટટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (મુંબઈ)

→ બિરલા ઇન્સ્ટિટટ્યુટ ઓફ ટેક્નોલોજી ઍન્ડ સાયન્સ (પિલ્લામી)

→ ઇન્ડિયન સ્કૂલ ઓફ સાયન્સ (ધનબાદ)

→ યુ. જી. સી. ધારા મુજબ ભારતમાં સ્વાયત્ત દરજ્જો ધરાવતી ગૂજરાત વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા- મિલિયા ઓસ્માનિયા, અલીગઢ, ગુરુકૂલ કાંગડી જેવી સંસ્થાઓ પણ કાર્યરત થઈ છે.





Post a Comment

0 Comments