→ કેન્દ્રીય સતર્કતા આયોગ(CVC) દ્વારા દર વર્ષે સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં તેમની જન્મજયંતીના અવસરે સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવે છે.
→ આ વર્ષે 28 ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવશે.
→ થીમ ૨૦૨૪: "Culture of integrity for nation's prosperity"
→ દેશના વિકાસ માટે ભ્રષ્ટાચાર અટકાવવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તેમજ ટેક્નોલોજી દ્વારા સરકાર અને પ્રજાના તમામ વ્યવહારને પારદર્શક બનાવવાનો છે.
→ સરદાર વલ્લભભાઈ પટેલનું સમગ્ર જીવન જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને લોકોસેવનિર્માણ માટે સમર્પિત રહ્યું છે. તેથી તેમની યાદમાં આ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.
કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)
→ કેન્દ્રીય સતર્કતા આયોગએ કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટ્રાચાર રોકવા માટેની મુખ્ય સંસ્થા છે.
→ વર્ષ 1964 માં કે. સંથાનમ સમિતિની ભલામણ આધારે કારોબારી ઠરાવ દ્વારા તેની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર, 2003 માં સંસદ દ્વારા કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો. આમ, તે એક વૈધાનિક સંસ્થા બની.
→ આ આયોગનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે.
→ તેમાં મુખ્ય તકેદારી કમિશનર અને વધુમાં વધુ બે અન્ય કમિશનર હોય છે.
→ અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 4 વર્ષ અથવા 65 વર્ષ બે માંથી જે પહેલા પુરૂ થાય ત્યાં સુધીનો હોય છે.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ(UNO)ની સામાન્ય સભા દ્વારા 9 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજ્યકક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો(ACB)ની સ્થાપના કરવામાં આવી છે જેનો ટોલ ફ્રી નંબર-1064 અને 180023344444 છે. અને વોટ્સએપ હેલ્પ - લાઇન નંબર-9413502834 છે.
→ આ વર્ષે કેન્દ્રીય સતર્કતા આયોગ(CVC) દ્વારા તકેદારીના નિવારક પગલાં વિશે ૧૬ ઓગસ્ટ થી 15 નવેમ્બર દરમિયાન ઝુંબેશ ચલાવવામાં આવશે.
0 Comments
Any suggestions, Please comment Below 👇