Ad Code

મણિલાલ ગાંધી | Manilal Gandhi

મણિલાલ ગાંધી
મણિલાલ ગાંધી

→ જન્મ : 28 ઓક્ટોબર,1892 (રાજકોટ)

→ અવસાન : 05 એપ્રિલ, 1956

→ માતા : કસ્તૂરબા ગાંધી

→ પિતા : મોહનદાસ ગાંધી

→ પૂરું નામ : મણિલાલ મોહનદાસ ગાંધી


→ વર્ષ 1930ની ગાંધીજીની દાંડીયાત્રાનાં 78 સાથીઓમાંના એક મણિલાલ પણ હતા.

→ વર્ષ 1897માં તેઓ ગાંધીજી સાથે રહેવા દક્ષિણ આફ્રિકા આવીને ગાંધીજીએ સ્થાપેલાં ફિનિક્સ આશ્રમ (વર્ષ-1904માં) અને ટોલસ્ટોય ફાર્મમાં (વર્ષ-1910માં) તાલીમ લીધી હતી.

→ તેઓ નાનપણથી જ ફિનિક્સ ખાતે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવાનું શીખ્યા હતા.

→ વર્ષ 1917માં ભારતની મુલાકાત પછી દક્ષિણ આફ્રિકા પરત ફરી ડરબનમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતા ઇન્ડિયન ઓપિનિયનનાં પ્રકાશનમાં સહાય કરતાં હતા

→ વર્ષ 1910માં, માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ દક્ષિણ આફ્રિકામાં 1910 થી 1913ની વચ્ચે ચારવાર જેલની સજા ભોગવી હતી.

→ 1914 અને 1917ની વચ્ચે તેઓ ભારતમાં રહ્યા હતા.

→ 1917માં ગાંધીએ મણિલાલને ભારતીય અભિપ્રાય (1903માં સ્થપાયેલ) ખાસ કરીને ગુજરાતી વિભાગના ઉત્પાદનમાં મદદ કરવા દક્ષિણ આફ્રિકા પાછા મોકલ્યા. એક વર્ષની અંદર તેમણે ફોનિક્સ અને અખબારનું સંચાલન સંભાળ્યું અને 1920 માં તેણે આલ્બર્ટ વેસ્ટનું સ્થાન લીધું.

→ મણિલાલ આગામી 36 વર્ષ સુધી ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક રહ્યા, જેના કારણે તેઓ સૌથી વધુ સમય સુધી સેવા આપતા સંપાદક બન્યા.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

→ વર્ષ ૧૯૨૭માં, મણિલાલનાં લગ્ન સુશીલા મશરુવાલા (૨૪ ઓગસ્ટ ૧૯૦૭-૧૯૮૮) અને એમને બે પુત્રીઓ હતી, સીતા (જન્મ: ૧૯૨૮) અને ઈલા (જન્મ: ૧૯૪૦), અને એક પુત્ર અરુણ (જન્મ: ૧૯૩૪) હતો.

→ અરુણ અને ઈલા પણ સામાજિક–રાજકીય કાર્યકરો છે.

→ તેમની મોટી પુત્રી સીતાની પુત્રી ઉમા ડી. મેસ્થ્રી દ્વારા મણિલાલનું જીવનચરિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments