Ad Code

આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ International Internet Day

આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ International Internet Day
આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ International Internet Day

→ દર વર્ષે 29 ઓકટોબરને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

→ ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ પ્રકારની સેવાઓ જેવી કે, ઈ-મેઈલ, ઓનલાઈન ચેટીંગ, ઈ - બેન્કીંગ, ફાઈલ ટ્રાન્સફર અને શેરીંગ, મનોરંજન તથા ગેમીંગની સેવાઓ મેળવીએ છીએ. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

→ વર્ષ 2005થી ઉજવવામાં આવતો આ દિવસ ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીના ઇતિહાસમાં સીમાચિહ્ન બની રહ્યો છે.

→ INTERNET એ INTER Connection અને NETwork સાથે જોડાયેલી વૈશ્વિક સંરચના છે.

→ આજે વિશ્વના તમામ નેટવર્ક ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે જેના કારણે ઈન્ટરનેટ એ કમ્પ્યૂટર આધારિત આંતરરાષ્ટ્રીય સૂચનાઓનું તંત્ર બની ગયું છે. તેથી તેને ઈન્ફર્મેશન સુપર હાઇવે તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ ચાર્લી કલાઈન નામના એક પ્રોગ્રામર સ્ટુડન્ટે 29 ઓકટોબર, 1969ના રોજ ઈન્ટરનેટ પર પહેલો મેસેજ પ્રસારિત કર્યો હતો.

→ ઈ.સ. 1969માં અમેરિકામાં ARPANET (Advance Research Project Agency Network) નામનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું અને તેના માધ્યમથી પ્રથમ વખત ડેટાની આપ-લે કરવામાં આવી હતી.

→ ઈ.સ. 1970ના દાયકામાં વિન્ટ સર્ફ એ રોબોટ કાલે સાથે મળીને TCP/IP પ્રોટોકોલની રચના કરી આ પ્રોટોકોલ અંતર્ગત ઇન્ટરનેટ પર હાલ ડેટાની આપ-લે (ટ્રાન્સમિશન) થાય છે માટે વિન્ટ સર્કને ઈન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

→ ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત ઈ.સ. 19864 માં Education Research Network (ERNet) થીથઇ હતી.

→ તાજેતરમાં TRAIના અહેવાલ પ્રમાણે ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગકર્તાઓની સંખ્યા લગભગ 74 કરોડ થઈ ગઈ છે.

→ હાલમાં ભારત ચીન ઇન્ટરનેટનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બન્યો છે.

→ ઇન્ટરનેટ પર પ્રથમ રાજકીય પાર્ટી BJP એ વેબસાઇટ લોન્ચ કરી હતી.

→ તાજેતરમાં કેરળ રાજ્યએ ઈન્ટરનેટને મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે.

→ ઈન્ટરનેટ (Internet)નું પૂરું નામ ઈન્ટરકનેકટેડ નેટવર્ક (Interconnected Network)

→ દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેટ સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments