વિશ્વ ઓડિયોવિઝ્યુઅલ વિરાસત દિવસ World Day of Audiovisual Heritage
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 27 ઓક્ટોબરના રોજ વિશ્વ ઓડિયોવિઝયુઅલ વિરાસત 15 દિવસ ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : આવનારી પેઢીઓ માટે મહત્વની ઓડિયોવિઝયુઅલ સામગ્રીને સાચવવા અને સુરક્ષિત રાખવાનો તેમજ આ વારસાને જાળવવા લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)ના યુનેસ્કો દ્વારા વર્ષ 2005માં 27 ઓક્ટોબરને વિશ્વ ઓડિયોવિઝયુઅલ વિરાસત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ 1980માં 21મી જનરલ કોન્ફરન્સ દ્વારા, મૂવિંગ ઇમેજીસની સુરક્ષા અને જાળવણી માટેની ભલામણને અપનાવવા માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
→ ફિલ્મો, રેડિયો, ટેલિવિઝનના પ્રોગ્રામ વગેરે પણ આપણા મહત્વના ઓડિયોવિઝયુઅલ દસ્તાવેજ છે તેમાં 20મી અને 21મી સદીના મહત્વપૂર્ણ રેકોર્ડ હોય છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા સેમિનાર અને પબ્લિક ડિબેટનું આયોજન પણ કરવામાં આવે છે.
→ વિશ્વ વિરાસત દિવસ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
0 Comments