ભારતના મહાન ક્રાંતિકારી : યતિન્દ્ર નાથ દાસ (૨૭ ઑક્ટોબર ૧૯૦૪ - ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯) ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને ક્રાંતિકારી હતા. તેમને જતીન દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ જન્મ : 27 ઓક્ટોબર, 1904 (કોલકત્તા, પશ્ચિમ બંગાળ)
→ તેઓ ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિ સાથે જોડાયા હતાં. તેમણે વર્ષ 1921માં અસહકાર આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
→ 8 એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા કેન્દ્રીય એસેમ્બલીમાં ફેંકવામાં આવેલો બોમ્બ તેઓએ બનાવ્યો હતો. આ માટે સચિન્દ્રનાથ સાન્યાલે તેમને બોમ્બ બનાવવાનું શીખવ્યું હતું.
→ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બદલ તેમની 14 જૂન, 1929ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને લાહોર ષડયંત્ર કેસ અંતર્ગત તેમને લાહોરની જેલમાં મોકલવામાં આવ્યાં હતાં. તેમણે લાહોર જેલમાં અન્ય ક્રાંતિકારીઓ સાથે 63 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ દ્વારા વર્ષ 1979માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ (2003) ફિલ્મમાં જતીનદાસનું પાત્ર અમીતાભ ભટ્ટાચાર્યજીએ ભજવ્યું હતું.
→ 16 વર્ષની ઉંમરે 1920માં જતીન્દ્રે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તેઓ પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરી રહ્યા હતા ત્યારે જ મહાત્મા ગાંધીએ અસહયોગ આંદોલનની શરુઆત કરી. જતીન્દ્ર આ આંદોલનમાં જોડાયા અને વિદેશી કાપડની દુકાન પર આંદોલન કરતી વખતે તેમની ધરપકડ કરી લેવાઈ આ સમયે તેમને 6 માસની સજા થઈ હતી.
→ વર્ષ 1928માં ‘કોલકતા કોંગ્રેસ’માં જતીન્દ્ર ‘કોંગ્રેસ સેવાદળ’માં નેતાજી બોઝના સહાયક હતા. અહીં તેમની મુલાકાત ભગત સિંહ સાથે થઈ અને ભગત સિંહના કહેવા પર તેઓ બોમ્બ બનાવવા માટે આગ્રા ગયા. 8 એપ્રિલ 1929ના રોજ ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે જે બોમ્બ કેન્દ્રીય એસેમ્બલીમાં ફેંક્યા તે જતીન્દ્ર દ્વારા જ બનાવાયેલા હતા. ત્યારબાદ 14 જૂન 1929ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી.
→ જતીન્દ્રની આ અહિંસાત્મક શહીદી વિશે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પણ પોતાની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે.
→ જતીન્દ્રની શહીદીના 50માં વર્ષે ભારત સરકારના પોસ્ટ વિભાગે તેમની શહીદીની યાદમાં એક પોસ્ટલ ટિકિટ બહાર પાડી હતી.
0 Comments