મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
→ જન્મ : 6 જુલાઇ, 1943 (જૂનાગઢ)
→ પૂરું નામ : મનોજ વ્રજલાલ ખંડેરિયા
→ અવસાન : 27 ઓકટોબર, 2003
→ શિક્ષણ : બી.એસસી.,એલ.એલ.બી.
→ ગુજરાતી ગઝલની તાસીર બદલનાર અને ગઝલને એક સ્વાયત્ત કલાસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવનાર પ્રયોગશીલ ગઝલકાર મનોજ ખંડેરિયા
→ તેમણે ઝૂલણાંને ગઝલમાં ઉતાર્યા હતા. તેમની દીવાલો નામની ગઝલ કુમાર માસિકમાં વર્ષ 1966માં પ્રકાશિત થઈ હતી.
→ તેમણે વર્ષ 1968થી જૂનાગઢમાં વકીલાતની શરૂઆત કરી અને સાથે સાથે કાવ્યો લખતા જતા.
→ વર્ષ 1970માં અચાનક નામે પ્રકાશિત થયેલા તેમના પ્રથમ કાવ્યસંગ્રહે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી.
→ તેઓ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટના પ્રમુખ પદે પણ રહ્યાં હતાં
→ તેમને વર્ષ 1999માં કલાપી એવોર્ડ અને વર્ષ 2002માં ધનજી-કાનજી સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સાહિત્ય સર્જન
→ કાવ્ય : શાહમૃગો, આયનાની જેમ, વેણ મારા ખૂટે, વચમાં જ્યાં થાય
→ કાવ્યસંગ્રહ: અચાનક, અટકળ
→ ગઝલ : પગરવ, ભીત મૂંગી રહી, સમય, ભાર પીછાંનો, મારો અભાવ, લીલા લીલા સંભવ જેવું, પીછું, રસ્તા વસંતના, ક્ષણોને તોડવા બેસું તો
→ ગઝલસંગ્રહ: અંજની, હું ક્યાંય ગયો નથી, વરસોના વરસ લાગે, હસ્તપ્રત
→ સંપાદન : કોઈ કહેતુ નથી, એમ પણ બને
પંક્તિઓ
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
સમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુને ચોખા
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે, એમ પણ બને.
બે લખી ગઝલ- મોથ શું મારી ?
તારી ક્યાં છે કમાલ. ભલી જા !
આયનાની જેમ હું તો ઊભી'તી ચૂપ,
ગયું મારામાં કોઈ જરા જોઈને.
0 Comments