→ પૂરું નામ : રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા O FOuttur
→ અમદાવાદના કાપડ ઉધોગના જનક રણછોડલાલ રેંટિયાવાળા
→ અંગ્રેજો ભારતમાં ઉત્પાદિત થતું કપાસ વિદેશ મોકલતા અને તેમાંથી કાપડ બની ભારતમાં આવતું હતું તેથી રણછોડલાલે દેશમાં જ કાપડ બને તે હેતુથી સમાયારપત્રો, પુસ્તકો અને નિષ્ણાંતો પાસેથી જ્ઞાન મેળવીને કાપડ મિલ સ્થાપવાનું નકકી કર્યું હતું.
→ તેમણે વર્ષ 1852માં ભરૂચમાં સૂતરના કારખાનાની સ્થાપના કરી; પરંતુ સારા કારીગરોનો અભાવ, બળતણની મુશ્કેલી અને મુખ્ય ઇજનેર સાથેના મતભેદને કારણે તે ચલાવી શકાયું નહિ.
→ તેમણે વર્ષ 1859માં અમદાવાદ ખાતે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપના કરી હતી.
→ તેમણે 30 મે, 1861ના રોજ અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત કરી હતી અને તે પછી કાપડની નવી નવી મિલો શરૂ થઇ હતી, આમ તેમણે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
→ વર્ષ 1854માં બોમ્બે ખાતે સ્થપાયેલ બોમ્બે સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપનીએ ભારતની પ્રથમ કોટન મિલ હતી. જેની સ્થાપના કોવાસ્ઝી નાનાભોય દાવર દ્વારા કરવામાં આવી હતી.
→ તેમણે 20 વર્ષ સુધી જકાત અને દફતર ખાતામાં નોકરી કરી હતી. તેઓ વર્ષ 1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે નીમાયા હતાં તેમજ વર્ષ 1886માં લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા હતાં.
→ તેમણે વર્ષ 1865માં અમદાવાદમાં પ્રથમ મહિલા હોસ્પિટલ વિક્ટોરિયા જ્યુબિલિ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
→ રણછોડલાલના અથાગ પરિશ્રમે અમદાવાદને સ્વચ્છતા બક્ષી જેની નોંધ વર્ષ 1891માં લંડનમાં આયોજિત ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ઼ હાઇજિન ઍન્ડ ડેમોગ્રાફી સંમેલનમાં લેવામાં આવી હતી.
→ આ સંમેલનની ચર્ચામાં 'લેડી વિથ લેમ્પ' ફ્લોરેન્સ નાઇટેન્ગલે રણછોડલાલના પેપર ધ સેનિટેશન ઑફ ધ સિટી ઑફ અમદાવાદને સ્થાન અપાવ્યું જેને કારણે રણછોડલાલના કાર્યોને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી.
→ તેમને બ્રિટિશ સરકાર તરફથી રાવ બહાદુરની ઉપાધિ આપવામાં આવી હતી.
→ તેમણે વર્ષ 1892માં અમદાવાદ ખાતે રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ કન્યાશાળાની સ્થાપના કરી હતી. તેઓએ શિક્ષણ અને આરોગ્યના કાર્યો માટે મોટી રકમ દાનમાં આપી હતી.
→ તેમણે ગુજરાત વર્નાકુલર સોસાયટી અને ગુજરાત કોલેજની સ્થાપનામાં પણ અગત્યનો ફાળો આપ્યો હતો.
→ રણછોડલાલ સન્માનમાં તેમના પૌત્ર ચીનુભાઈ માધોલાલ દ્વારા વર્ષ 1910માં સરસપુર, અમદાવાદ ખાતે રણછોડલાલ છોટાલાલ ટેકનિકલ ઇન્સ્ટીટયુટ સ્થાપના કરવામાં આવી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇