Ad Code

વિજય મર્ચન્ટ | Vijay Merchant

વિજય મર્ચન્ટ
વિજય મર્ચન્ટ

→ જન્મ : 12 ઓક્ટોબર, 1911 (મુંબઈ)

→ મૂળ નામ: વિજયસિંહ માધવજી ઠાકરશી

→ અવસાન : 27 ઓકટોબર, 1987

→ ઠાકરશી પરિવારે મુંબઇમાં હિન્દુસ્તાન મિલ્સ (હિન્દુસ્તાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ) સ્થાપી હતી.

→ તેમણે નવ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

→ તેઓ સ્કૂલ તથા કોલેજની ટીમોમાં કેપ્ટન તરીકે રહ્યા હતાં.

→ વર્ષ 1929માં બોમ્બે ક્વોડ્રેન્ગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિન્દુ ટીમમાં તેઓ પસંદગી પામ્યા હતાં.

→ તેમણે ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષ 1933થી ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમવાનું શરૂ કર્યું હતું. તેઓ જમણેરી બેટ્સમેન અને બોલર હતાં.

→ વર્ષ 1933માં ભારત આવેલી ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન ડગ્લાસ જોર્ડીને તેમને ભારતના સૌથી વધુ શક્તિશાળી બેટ્સમેન તરીકે સંબોધ્યા હતાં.

→ વર્ષ 1936માં ઇંગ્લેન્ડ પ્રવાસ વખતે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનો વિજય મર્ચન્ટ અને સૈયદ મુસ્તાક અલીએ ભારતીય ટેસ્ટ ઇતિહાસની પ્રથમ બેવડી સદીની ભાગીદારી નોંધાવી હતી.

→ ટેસ્ટ ક્રિકેટના એક દાવમાં બંને ઓપનરોએ સદી નોંધાવી હોય તેવો ભારતીય ક્રિકેટનો પ્રથમ બનાવ હતો.

→ વર્ષ 1937માં તેમની વિઝન ક્રિકેટર ઓફ ધ યર માં સ્થાન મળ્યું હતું.

→ તેમણે વર્ષ 1933-52 સુધીમાં 10 ટેસ્ટમાં 3 સદી અને 47ની સરેરાશ સાથે કુલ 859 રન બનાવ્યા હતા જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 154 રન હતો.

→ તેમણે 150 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 71 ની સરેરાશ સાથે કુલ ૧૩૪૭૦ રન કર્યા હતા જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 359 રન હતો.

→ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 71ની સરેરાશ એ ડોન બ્રેડમેન બાદ વિશ્વમાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ સરેરાશ છે.

→ તેઓ તેમના સમયમાં ડોન બ્રેડમેન બાદ વિશ્વમાં બીજા નંબરના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન હતા. આથી ઘણીવાર તેનું ભારતની ફર્સ્ટ કલાસ ક્રિકેટના ડોન બ્રેડમેન તરીકે પણ નવાજવામાં આવતા હતા.

→ તેઓ ક્રિકેટર ઉપરાંત કુશળ વહીવટકર્તા, ક્રિકેટના વિવેચક અને કોમેન્ટેટર પણ હતાં.

→ તેમનો ક્રિકેટ વિથ વિજય મર્ચન્ટ નામનો કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો હતો.

→ તેમના નામ પરથી ટેસ્ટ ફોર્મેટમાં વિજય મર્ચન્ટ ટ્રોફી (અંડર 16) આયોજન થાય છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments