Ad Code

'ફિલસૂફ' ચિનુભાઇ પટવા | Chinubhai Patva

'ફિલસૂફ' ચિનુભાઇ પટવા
'ફિલસૂફ' ચિનુભાઇ પટવા

→ જન્મ : 26 ઓકટોબર, 1911 (મુંબઇ)

→ અવસાન : 8 જુલાઇ, 1969

→ ઉપનામ : ફિલસૂફ


→ તેમણે અમદાવાદમાં શિક્ષણ લીધું હતું. તેમને લેખનપ્રવૃત્તિમાં રામનારાયણ પાઠક અને યુનીલાલ શાહનું પ્રોત્સાહન મળ્યું હતું.

→ તેઓ જીવન વીમા નિગમમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાયા હતા.

→ તેમણે નવ સૌરાષ્ટ્ર અખબારમાં ચા પીતાં પીતાં શીર્ષકથી કોલમ લખી હતી તેમજ તેઓએ ગુજરાત સમાચારમાં પાન - સોપારી નામની કટાર યલાવી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી.

→ તેમના નિબંધોમાં સાંપ્રત સામાજિક - રાજકીય સમસ્યાઓનું આલેખન જોવા મળે છે. તેઓ LICના કર્મચારી પણ રહ્યા હતા.

→ તેમણે વર્ષ 1942ની હિંદ છોડો ચળવળમાં પણ ભાગ | લીધો હતો.

→ તેમને શકુંતલાનું ભૂત હાસ્યએકાંકી માટે મુંબઈ રાજ્ય પારિતોષિક પ્રાપ્ત થયું હતું.


સાહિત્ય સર્જન

→ હાસ્યલેખસંગ્રહ : સન્નારીઓ અને સ્વજનો, અવળે ખૂણેથી, ગોરખ અને મછિન્દ્ર, ફિલસૂફને પૂછો, શકુંતલાનું ભૂત, પેપર લીકેજ કંપની લિમિટેડ, સંસ્કારી દંપતીની તકરાર, માનસ શાસ્ત્રનો વિશિષ્ટ પ્રયોગ, ચાલો સજોડે સુખી થઈએ અને પાન-સોપારી

→ પુસ્તકઃ નવોઢા (હાસ્યવાર્તાઓનો સંગ્રહ)


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments