રણજિતરામ વાવાભાઇ મહેતા (ઓક્ટોબર ૨૫, ૧૮૮૧ - જૂન ૪ ૧૯૧૭) જાણીતા ગુજરાતી લેખક હતા. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણ ચંદ્રક તેમના માનમાં ગુજરાતી સાહિત્યકારોને અપાય છે.
→ જન્મ : 25 ઓક્ટોબર, 1881 (સુરત)
→ પૂરું નામ : રણજિતરામ વાવાભાઈ મહેતા
→ અવસાન : 5 મે, 1917 (મુંબઈ)
→ ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્યસભાના આધસ્થાપક
→ રણજિતરામ મહેતાનો અભ્યાસ પાલિતાણા અને અમદાવાદમાં થયો હતો, વર્ષ 1905માં ઉમરેઠમાં આચાર્ય તરીકે નિમાયા હતા.
→ વર્ષ 1898માં અમદાવાદ ખાતે સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન નામની એક સંસ્થાના સભ્ય થઇ સહમંત્રી બન્યાં હતાં. આ સંસ્થાનું નામ વર્ષ 1904માં ગુજરાત સાહિત્યસભા પડયું.
→ વર્ષ 1905માં તેમના પ્રયત્નથી અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કરવામાં આવી અને તેમના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠી રહ્યા હતા અને વર્ષ 1936માં અમદાવાદ ખાતે યોજાયેલી 12મી પરિષદમાં મહાત્મા ગાંધી પ્રમુખપદે બિરાજયા હતા.
→ વર્ષ 1905 ની પ્રથમ સાહિત્ય સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમણે સૌપ્રથમવાર લોકકથા, લોકગીતો,ગુજરાતની અસ્મિતા જેવા સૌપ્રથમવાર શબ્દપ્રયોગ કર્યો.
→ આ સંસ્થા દ્વારા 'પરબ' નામનું સામયિક ચલાવવામાં આવે છે.
→ ગુર્જર સાક્ષર જયંતીઓ ઉજવવાની શરૂઆત કરાવી હતી.
→ કનૈયાલાલ મુનશીએ તેમને 'ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર' તરીકે ઓળખાવ્યા હતા.
→ તેમના વિશે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે 'રણજીતરામ માણસ ન હતા – એક ભાવના હતા, ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એક અવતાર, એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્ન ન હતું, પરંતુ એક જીવંત વ્યક્તિ હતા'
→ સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, નવજીવન એમ અનેક સામાયિકોમાં લગભગ નિયમિતપણે લેખમાળા ચલાવતા હતા.
→ વર્ષ 1921 માં તેમના અવસાન પછી કનૈયાલાલ મુનશીએ રણજિતકૃતિ સંગ્રહ પ્રકાશિત કર્યુ હતું.
0 Comments
Any suggestions, Please comment Below 👇