→ ધોલેરા ખાતે સત્યાગ્રહ કરવાની પૂર્વતૈયારી રૂપે ધંધૂકા તાલુકાની જનતાને જાગૃત કરવા અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી વગેરેએ બરવાળાની મુલાકાત લીધી હતી. 6 થી 13 અપ્રિલના રોજ બરવાળામાં છબીલદાસ ડેલીવાળા તથા પ્રભુદાસ ભૂતાના ડેલામાં સભા યોજી.
→ છબીલદાસ ડેલીવાળા, પ્રભુદાસ ભુતા વગેરેએ મહાજન હસ્તકના ડેલાને છાવણી તરીકે પસંદ કર્યો હતો અને અહીં રસોડું ખોલવામાં આવ્યું હતું.
→ તેમાં યુદ્ધ કવિ મોહનભાઇ, મનુભાઈ બક્ષી વગેરે સત્યાગ્રહીઓએ પણ ભાગ લીધો હતો.
→ પ્રારંભમાં ભજનો ગાતાં, પ્રભાતફેરી કરતાં અને સભાસરઘસના કાર્યક્રમો હાથ ધર્યા હતા.
→ ગાંધીજીએ દાંડિયાત્રા કે કરી અને ધરાસણા સત્યાગ્રહની જુલમની વિગતની આગ ઝરતી જુબાનમાં અમૃતલાલ આચાર્યે વર્ણન કર્યું અને લોકોમાં ઉત્તેજના જગાવી.
→ બરવાળામાં પ્રભાતફેરી પછી સૂત્રોચાર કરતું સરઘસ નિકળ્યું બાળકોની વાનરસેના તથા કન્યાઓની માર્જર સેના એ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
→ ધોલેરાથી લવાયેલા બિનજકાતી મીઠાના પડીકાની વહેંચણી દ્વારા મીઠાના કાયદાનો ભંગ થયો હતો.
→ આ સરઘસ પર પોલીસોએ લાઠીચાર્જ કર્યો.
→ બરવાળા છાવણીના પ્રથમ સૂબેદાર અમૃતલાલ આચાર્ય હતા. તેમની ધરપકડ પછી મોહનભાઈ કવિ સૂબેદાર થયા હતા. ત્યાર પછી ગાંડાભાઈ કંદોઈ સૂબેદાર થયા હતા.
→ 14મી સપ્ટેમ્બરના રોજ સામૂહિક સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો હતો.
→ રજવાડા નજીકના ગામેથી ગાડું ભરીને મીઠું લવાયું અને તેમાંથી હજારેક મીઠાની થેલીઓ તૈયાર કરાઈ હતી.
→ દેવીબેન પટ્ટણી સાવરકુંડલાથી અને મનુભાઈ બક્ષી ભાવનગરથી આવ્યા હતા.
→ 13મી રાત્રે સત્યગ્રહના આયોજન માટે સભા અલી જેમાં દેવીબેન સિવાયા બધા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. છતાં ભગવાનજીભાઈની આગેવાનીમાં સત્યાગ્રહ ચાલુ રાખ્યો ઝવેરચંદ મેઘાણીનું "કેસર ધોળજો" ગીત ગાતા ગાતા સત્યાગ્રહીઓ આગળ વધવા માંડ્યા. બહેનોની આગેવાની દેવીબેન પટ્ટણીએ લીધી હતી.
→ પોલીસોએ બહેનોને મીઠાની કોથળી સહિત જવા દીધા પણ ભગવાનભાઈની ધરપકડ કરી લીધી અને આની સત્યાગ્રહીઓ પર લાઠીમાર ચાલુ કરી દીધો.
→ જેઠુજી ગરાસદારે પોલીસને પ્રાઈકાર કરતાં એક પોલીસ અધિકારીને પગની નાળ ઉપર ડાંગથી ફટકો માર્યો તેથી જેઠુજીને દોઢ વર્ષની સજા થઈ.
→ પકડાયેલા સત્યગ્રહીઓ પર ધંધુકાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો એક વર્ષની કેદ અને રૂપિયા 1000 દંડ કરવામાં આવ્યું. અને દંડ ન ભારે તો વધારે 6 માસની સજા કરી.
→ ધંધુકાની છાવણીના કાર્યક્રમમાં ભાગ લેતા બરવાળાના કાર્યકરોની સાથે જ્યમલ પરમાર, ભીખુભાઈ ધ્રુવ, ઈશ્વરલાલ દવે, મનુભાઈ પંચોલી, રતુભાઈ કોઠારી, સુરેશ બાવરીયા અને રતુભાઈ અદાણિ એમ સાત જણોને કલમ - 109મુજબ ધરપકડ કરી અને બરવાળાની છાવણીનું મકાન જપ્ત કર્યું.
→ બરવાળા સત્યાગ્રહની લડતની વધુ વિગત રતભાઈ અદાણીની આત્મકથા તથા કાંતિભાઈ શાહના સામૂહિક સત્યાગ્રહ પ્રકરણમાંથી મળે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇