→ સ્વાધ્યાય પ્રવૃત્તિના આધ સ્થાપક, આધ્યાત્મિક ગુરુ, સમાજસેવક અને દાર્શનિક
મનુષ્ય ગૌરવ દિવસ
→ તેમનો જન્મ દિવસ 19 ઓક્ટોબરને સ્વાધ્યાય પરિવાર દ્વારા વિશ્વભરમાં મનુષ્ય ગૌરવ દિવસ (માનવ ગરિમા દિન) તરીકે ઊજવવામાં આવે છે.
→ આ દિવસે ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે, જેને મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરી તરીકે ઓળખવામાં આવે છે.
→ "આત્મગૌરવ અને પરસન્માન મળીને થાય મનુષ્ય ગૌરવ"
→ પૂ.પાંડુરંગ દાદાએ વર્ષ 1954 માં સ્વાધ્યાય આંદોલન ચલાવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવાર ની સ્થાપના થઇ.
→ સ્વાધ્યાય વિશ્વ માનવ ઉત્થાનની એક પ્રવૃત્તિ છે. મફતનું લઈશ નહીં અને મફતનું ખાઇશ નહીં આ પ્રવૃત્તિનો પાયો છે.
→ સ્વાધ્યાયનું નિઃસ્વાર્થ કાર્ય એ જ સાચી ભક્તિ છે જેમાં આજે વિદ્વાનોથી માંડી લાખો સામાન્ય લોકો સક્રિય પણે જોડાયેલા છે.
→ સ્વાધ્યાય પરિવારમાં વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા જેવાં કે, બાળ સંસ્કાર કેન્દ્રો દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનોમાં, મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓમાં, યુવતી કેન્દ્ર કકમ દ્વારા યુવતીઓમાં અને વિડિયો કેન્દ્રના માધ્યમથી જીવન કઈ રીતે જીવવું એ શીખવાડવામાં આવે છે. તેમાં વિવિધ પ્રયોગો દ્વારા જેવા કે, હીરા મંદિર, યોગેશ્વર કૃષિ, મત્સ્યગંધા, જરી મંદિર અને ગુપ્ત ધન થકી મળેલી મહાલક્ષ્મીને વિવિધ કેન્દ્ર તથા કાર્યક્રમોમાં અને વધેલી લક્ષ્મીને સામાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે.
→ સ્વાધ્યાયની શૈલીએ બાળકો, યુવાનો અને વયસ્કો એમ સરળ આબાલવૃદ્ધ બધાને સ્વાધ્યાય પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.
→ હાલમાં સમગ્ર ભારત અને વિશ્વના અનેક દેશોમાં સ્વાધ્યાય પરિવારનાં 50 હજારથી વધુ કેન્દ્રો છે અને સ્વાધ્યાય પ્રવૃત્તિ 1 લાખથી પણ વધુ ગામડાઓમાં ફેલાયેલી છે.
→ પાંડુરંગ દાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયા બાદ અનેક લોકોએ મધપાન છોડયું,જુગાર રમવો બંધ કર્યો, ઘર-પરિવારોમાં સ્ત્રીઓ સામેની હિંસા ઘટી, અનેક લોકો સમાજસેવાના કામોમાં ભાગ લેતા થયા, ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ થયું અને વૃક્ષોને તેમણે વૃક્ષ મંદિર નામ આપ્યું.
પુરસ્કાર
→ વર્ષ 1988: મહાત્મા ગાંધી પુરસ્કાર
→ વર્ષ 1992: લોકમાન્ય તિલક પુરસ્કાર
→ વર્ષ 1996: રેમન મેગ્સેસે એવોર્ડ
→ વર્ષ 1997: ટેમ્પલટન પુરસ્કાર
→ વર્ષ 1997: રાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર (મહારાષ્ટ્ર સરકાર દ્વારા)
→ વર્ષ 1998: ડોક્ટરેટ ઈન લિટરેચર (સૌરાષ્ટ યુનિવસિટી દ્વારા)
→ વર્ષ 1999: પદ્મ વિભૂષણ
→ વર્ષ 1999: લોક ગૌરવ
→ તેઓ શાસ્ત્રીજી અને દાદાજીના ઉપનામથી જાણીતા છે.
→ મરાઠી ભાષામાં દાદા શબ્દનો અર્થ મોટાભાઈ થાય છે.
→ તેમણે પારંપરિક શિક્ષાની સાથે સરસ્વતી સંસ્કૃત વિધાલયમાં સંસ્કૃત વ્યાકરણની સાથે ન્યાય, વેદાંત, સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનું અધ્યયન કર્યુ હતું.
→ તેમના પિતાએ શરૂ કરેલી શ્રીમદ્ ભગવદ્ગીતા (માધવબાગ-મુંબઇ) પાઠશાળાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. અહીં તેમણે અખંડ વૈદિક ધર્મ, જીવન જીવવાની કળા, પૂજા કરવાની રીત અને પવિત્ર મનથી વિચારવાનો માર્ગ બતાવ્યો હતો.
→ તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ શ્રીમદ્ ભગવદ્ગીતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ગામડે ગામડે જઇને ભક્તિફેરી અને ભાવફેરીના માધ્યમથી સરળ શૈલીમાં સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યુ હતું.
→ તેમણે વર્ષ 1954માં જાપાન ખાતે યોજાયેલી બીજી વિશ્વધર્મ પરિષદમાં ભક્તિ ઇઝ અ સોશિયલ ફોર્સ જેવું હું સૂત્ર આપીને ભક્તિ અને આધ્યાત્મના નવા આયામને વિશ્વ સમક્ષ મૂક્યો હતો.
→ તેઓએ વર્ષ 1956માં મુંબઇ ખાતે તત્વજ્ઞાન વિધાપીઠની સ્થાપના કરી હતી.
→ સ્વાધ્યાય પરિવાર દ્વારા દર વર્ષે માગશર સુદ એકાદશીના રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી ઊજવવામાં આવે છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહે છે. આ દિવસે ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે અને નાટકો તથા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. શરૂઆતથી આજ દિવસ સુધી સ્વાધ્યાય પરિવારે વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના જાળવી રાખી છે.
→ પૂ.દાદાજીએ કહ્યું છે કે, 'માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપત્તિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે' આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચન ને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, હું પ્રાણી માત્રના હદયમાં બિરાજમાન છું. તેથી દરેક મનુષ્યએ ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવો જોઇએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનો ગૌરવ લેવો જોઇએ.
→ પૂ.દાદાજીએ ત્રિકાળ સંધ્યા (એક દિવસમાં ત્રણ વાર બોલવામાં આવતા શ્લોક કરવાનું કહ્યું હતું અને જય યોગેશ્વર શબ્દ થકી મનુષ્ય ક્રાંતિ સર્જી હતી.
→ પાંડુરંગ શાસ્ત્રીના જીવનથી પ્રભાવિત થઈને શ્યામ બેનેગલે "અંતરનાદ"(Antarnaad) નામની ફિલ્મ બનાવી હતી.
→ ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વાધ્યાય પ્રવૃત્તિઓનું મુખ્ય કેનરા ભાવનિરજર આવેલું છે.
0 Comments