→ દર વર્ષે 24 ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ Theme - 2024 :- "Global Unity and Sustainable Development"
→ ઉદ્દેશ્ય : માનવશાંતિ, આંતરરાષ્ટ્રીય સલામતી, રાજકીય સ્વતંત્રતાઓ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર દેખરેખ રાખવાનું અને વૈશ્વિક શાંતિ જળવાઇ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે.
→ 24 ઓક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, તેથી વર્ષ 1948થી 24 ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વમાં દેશો વચ્ચે યુદ્ધ રોક્વા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરું પાડવા લીંગ ઓફ નેશન્સના સ્થાને બીજા વિશ્વયુદ્ધ બાદ થઇ હતી.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુમથક ન્યુયોર્ક ખાતે આવેલુ છે, તેના મુખ્ય છ અંગો છે. (1) સામાન્ય સભા (2) સુરક્ષા પરિષદ (3) આર્થિક અને સામાજીક સમિતિ (4) આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (5) સચિવાલય (6)વાલી સમિતિ.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘને વિશ્વની લઘુ સંસદ ગણવામાં આવે છે.
→ તેની છ માન્ય ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ચીની, અરબી, સ્પેનીશ અને રશિયન છે, પરંતુ તેની કાર્યકારી ભાષા અંગ્રેજી અને ફ્રેંચ છે.
→ હાલમાં તેના સભ્ય દેશોની સંખ્યા 193 છે તથા હાલના મહામંત્રી તરીકે એન્ટોનિયો ગુટેરસ કાર્યરત છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘનું ધ્યેયસૂત્ર 'It's YourWorld' છે.
0 Comments