→ ડાંગમાં અષાઢી તહેવાર તેરસથી શરૂ થઈ દિવાળી સુધી ચાલે છે. આ દરમિયાન ઠાકરિયાં નૃત્યો યોજાય છે. તેની લાક્ષણિકતા એ છે કે, ચપળતા અને પૌરુષ મુખ્ય હોવાથી સક્ષમ પુરુષો જ તેમાં જોડાય છે.
→ ધરતીમાતા, ગ્રામમાતા, અન્નપૂર્ણા, નાગદેવ, વાઘદેવ, ચંદ્રદેવ, સૂર્યદેવ વગેરે દેવોને નર્તકો પગે ઘૂઘરા બાંધી નમન કરે છે અને તે પછી નૃત્યનો આરંભ થાય છે.
→ ઠાકરિયા નૃત્યમાં ગવાતાં ગીતોમાં પૃથ્વી, ચંદ્ર, સૂર્યની ઉત્પત્તિ કથા અને રામાયણ, મહાભારતના પ્રંસગોને વણી લઈને મોડીરાત સુધી નૃત્યગીતોમાં રસપૂર્વક ગવાય છે.
→ ઠાકરિયાં નૃત્યો દ્વારા ઉખાણાં પ્રકારના સવાલ-જવાબો પણ પ્રયોજાય છે.
0 Comments