→ ૧૦ ઓગષ્ટ, ૨૦૧૩ થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ વિશ્વ સિંહ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી, જે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે. તેની સહ-સ્થાપના ડેરેક અને બેવર્લી જોબર્ટે કરી હતી.
→ એશીયાઇ સિંહ એ વિલાડી કુળની સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે.
→ ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જીવ માલ્ટા સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીઓ છે. અન્ય નામ સાવજ, હવાજ, ઉંટીયો, વાઘ, બબ્બર શેર, અન્રાજ, ડાલામથ્થો, કેઅસરી, પંચાનન, મૃગેન્દ્ર વગેરે નામથી ઓળખવામાં આવે છે.
r>
→ સિંહની ૨ પેટાજાતિઓ :
આફ્રિકન સિંહ (પેન્થેરા લીઓ લીઓ)
એશિયાટિક સિંહ (પેન્થેરા લીઓ પર્સીકા -Panthera Leo Persica)
→ એશીયાઇ સિંહ એ ભારતમાં જોવા મળતી 5 "મોટી બિલાડી"ઓ માંથી એક છે.
→ અન્ય ચાર પ્રજાતિઓમાં બેન્ગોલ ટાઇગર, ભારતીય દીપડો, બરફનો દિપડો, ધબ્બેદાર દિપડો છે.
→ નર સિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે. જેને કેશવાળી કહેવામાં આવે છે.
→ ગીરમાં સિંહની વેલાર તથા ગઢીયો નામની ૨ જાત જોવા મળે છે.
→ સિંહનું સરેરાશ આયુષ્ય : ૧૮ વર્ષ
→ સિંહણનો ગર્ભાવધિકાલ : ૧૦૫ થી ૧૧૦ દિવસ
→ સિંહના બચ્ચાને કબ કે સાવક કહેવામાં આવે છે.
→ સિંહોને ૧૮ નખ હોય છે.
→ સિંહના સમુહને પ્રાઈડ તરીકે ઓળખવામાં આવે છે.
→ સિંહની સૌપ્રથમ વસ્તી ગણતરી એપ્રિલ ૧૯૩૬મ જુનાગઢ રાજ્યના નવાબ મહોબ્બતખાન ૩ દ્વારા કરવામાં આવી હતી.
→ ઈ.સ. ૧૯૬૫ થી ભારત વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે.
→ ભારત સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે વર્ષ ૧૯૭૨માં "પ્રોજેક્ટ લાયન" શરુ કરવામાં આવ્યો હતો.
→ નર સિંહ અને માદા વાઘ (વાઘણ)ણી સંકરણ જાત લાઈગર તરીકે ઓળખાય છે. આંતરાષ્ટ્રીય મંચ ઉપર "મેક ઇન ઇન્ડિયા" ના લોગોમાં પણ હવે એશીયાઇ સિંહને સ્થાન મળ્યું છે.
→ ગુજરાતમાં સિંહની સુંથી વધુ વસ્તી જુનાગઢ જીલ્લ્લામાં છે.
→ ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે.
→ ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય ગીર (જે ગીરનું જંગલ કે સાસણ ગીર તરીકે ઓળખાય છે)ણી સ્થાપના ૧૯૬૫મ કરવામાં આવી હતી.
સિંહ વિશે કેટલીક જાણકારી
→ એક વયસ્ક સિંહની ગર્જના 8 કિલોમીટર દૂરથી સાંભળી શકાય છે.
→ સિંહ 81 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.
→ સિંહ અંધારામાં માણસ કરતા 6 ગણું સારી રીતે જોઇ શકે છે.
→ સિંહનું વજન 190 કિલો સુધી હોય છે અને સિંહણનું વજન 130 કિલો સુધી હોય છે.
→ સિંહનું આયુષ્ય 16 થી 20 વર્ષનું હોય છે.
→ સિંહની સાંભળવાની ક્ષમતા ઘણી વધારે હોય છે.
→ ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ પર સિંહનું ચિત્ર છે.
→ સિંહો બિલાડીની જાતિના છે, તેથી તેમને બિગ કેટ કહેવામાં આવે છે.
→ નર સિંહની ગરદન પર વાળ હોય છે, પરંતુ માદા સિંહની ગરદન પર વાળ હોતા નથી.
0 Comments