→ જન્મ : 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહોબની ગામે થયો હતો.
→ પિતા : ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા.
→ માતા : લક્ષ્મીપ્રિયાદેવી
→ અવસાન: 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર
→ શ્રી ખુદીરામ બોઝન તેમના શિક્ષક શ્રી સત્યેન બાબુએ ક્રાંતિની શિક્ષા આપી હતી.
→ બંગભંગની ચળવળ (1905) દરમિયાન બ્રિટિશ માલનો બહિષ્કાર તથા તેની હોળી કરવામાં તેમજ ‘વંદે માતરમ્’ પત્રિકા વહેંચવામાં પણ તે ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા.
→ ‘સોનાર બાંગ્લા’ નામની રાજદ્રોહી પત્રિકા વહેંચતાં 28 ફેબ્રુઆરી 1906ના રોજ પોલીસે મિદનાપુરમાં તેમની ધરપકડ કરી, ત્યારે પોલીસને ઘાયલ કરી તે નાસી ગયા.
→ તેમણે 1907માં હરગાચામાં ટપાલના થેલા લૂંટવામાં ભાગ લીધો.
→ બંગાળના ગવર્નરની સ્પેશ્યલ ટ્રેન પર 6 ડિસેમ્બર, 1907ના રોજ નારાયણગઢ રેલવે સ્ટેશન પાસે બૉંબ નાખવામાં તેમણે ભાગ લીધો હતો.
→ 1908માં વૉટસન અને બેમ્ફિલ્ડ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાના પ્રયાસોમાં પણ તેઓ સંકળાયેલા હતા.
→ બારીન્દ્ર ઘોષે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને બૉંબ આપીને કિંગ્સફર્ડની હત્યા કરવા મોકલ્યા. તેમણે 30 એપ્રિલ 1908ના રોજ કિંગ્સફર્ડની બગ્ગી પર બૉંબ નાંખ્યો. તેમાં કિંગ્સફર્ડ નહોતા, પરંતુ તેમાં બેઠેલાં શ્રીમતી કેનેડી અને તેની પુત્રી મરણ પામ્યાં. તેમની ધરપકડ કરી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી.
→ મુઝફ્ફરપુરની જેલમાં 11 ઑગસ્ટ, 1908ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. દેશના સ્વાતંત્ર્ય માટે, ફાંસીની સજા ભોગવનાર પ્રથમ શહીદ તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
0 Comments