સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ફોસ્ફરસ દ્રાવ્ય કરવાની પધ્ધતિઓ
કાર્બનિક એસિડનું ઉત્પાદન
ચીલેટિંગની અસર
હાઈડ્રોજન સલ્ફાઈડની પ્રક્રિયા ધ્વારા
સીડેરોફોરની મદદથી
કાર્બનિક એસિડનું ઉત્પાદન
→ જમીનમાં છોડના મૂળની આજુબાજુ રહેલા સૂક્ષ્મ જીવાણુઓ વિવિધ કાર્બનિક એસિડ જવાે કેએસિટિક એસિડ,
ફોર્મિક એસિડ,લેક્ટિક એસિડ સાઇટ્રિક એસિડનો સ્ત્રાવ કરીનેઆસપાસ રહેલો અદ્રાવ્ય ફોસ્ફરસ દ્રાવ્ય કરે છે.
ચીલેટિંગની અસર
→ છાણીયુ ખાતર, અળસિયાનું ખાતર કે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા કોહાવાણથી ઉત્પન્ન થતા હ્યુમિક અનેફલ્વિક એસિડ ચીલેટીંગ
પ્રક્રિયા ધ્વારા ફોસ્ફરસના ક્ષારમાંથી ફોસ્ફરસને અલગ કરીને છોડને લભ્ય કરાવે છે.
હાઈડ્રોજન સલ્ફાઈડની પ્રક્રિયા ધ્વારા
→ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવાણઓ અને છોડના મૂળમાંથી ઝરતા વિવિધ સલ્ફરયુક્ત એમિનો એસિડમાંથી હાઈડ્રોજન સલ્ફાઈડ બને છે.
→ આ હાઈડ્રોજન સલ્ફાઈડ ફેરસયુક્ત ફોસ્ફરસના ક્ષારમાંથી ફેરાસની સાથે પ્રક્રિયા કરી ફેરસ સલ્ફાઈડ બનાવે છે અને ફોસ્ફરસને મુક્ત કરે છે. જે છોડને લભ્ય થાય છે.
સીડેરોફોરની મદદથી
→ જમીનમાં રહેલા કેટલાક સૂક્ષ્મજીવાણઓ પ્રોટીનયુક્ત સાઈડેરોફોર નામના પદાર્થનું ઉત્પાદન જમીનમાંથી લોહતત્વ
મેળવવા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ક્ષારમાંથી છૂટો પડેલો ફોસ્ફરસ છોડને લભ્ય થાય છે.
→ માઈકોરાઈઝાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે – એન્ડોમાઈકોરાઈઝા, એકટોમાઈકોરાઈઝા અને એક્ટએન્ડોમાઇકોરાઇઝા.
→ ઘાસચારાના પાક, ધાન્ય પાક, કઠોળ વર્ગના પાકના મૂળ ઉ૫ર આવી ફૂગ જોવા મળે છે. આવી ફૂગના તંતુઓ (માઈસેલીયા) ખૂબ દૂરથી પોષક તત્વો ખેંચી છોડને પુરા પાડે છે(ખાસ કરીને ફોસ્ફરસ, તાંબું, જસત, સલ્ફર). આ પ્રકારની ફૂગમાં મુખ્યત્વે ગ્લોમસ , ગીગાસ્પોરા, એન્ડોઝોન, સ્કેરોસ્ટીકટનો સમાવેશ થાય છે.
→ માઈકોરાઈઝા ફૂગ જમીનમાં રહેલ ફોસ્ફરસને દ્રાવ્ય કરતી નથી ૫રંતુ દ્રાવ્ય ફોસ્ફરસ દૂરથી ખેંચી લાવી છોડને આપે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇