→ દર વર્ષે 8 ઓગસ્ટને ભારતીય ઈતિહાસમાં આઝાદીના છેલ્લા યુધ્ધની શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે.
→ 8 ઓગસ્ટ, 1942ના દિવસે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીએ “હિન્દ છોડો આંદોલન"નો પાયો નાખ્યો હતો.
→ આથી, આઝાદી બાદ 8 ઓગસ્ટને "ઓગષ્ટ ક્રાંતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ 8 ઓગસ્ટ, 1942ના રોજ મુંબઈના ગ્વાલિયા ટેન્ક મેદાનમાં યોજાયેલ કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ “હિન્દ છોડો આદોલન'ની ઘોષણા કરી હતી.
→ ગાંધીજીએ ગ્વાલિયા ટેન્કના મેદાનમાં તેમના પ્રવચનમાં ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું.
→ 8 ઓગષ્ટ, 194ના મધરાતે મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ અંગ્રેજોને ભારત છોડી જવાનો આદેશ આપ્યો અને જો અંગ્રેજોએ હિન્દ ન છોડે તો પ્રચંડ અહિંસક દેશવ્યાપી બળવો જગાવવાનો ઠરાવ કર્યો.
→ હિન્દ છોડો આંદોલનની શરૂઆતમાં 9 ઓગસ્ટ, 1942ના રોજ અંગ્રેજોએ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, સરેદાર પટેલ જેવા કોંગ્રેસનાં મુખ્ય નેતાઓની ધરપકડ કરી હતી. તથા સુશ્રી સરોજીની નાયડુ સહિતના લોકોને આગાખાન પેલેસમાં નજરકેદ કરવામાં આવ્યા હતા તેમજ અન્ય નેતાઓની ‘ઓપરેશન ઝીરો અવર' અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.
→ પ્રમુખ નેતાઓને કેદ કર્યા એ વાત લોકોને માહિતી નહોતી તેથી સમગ્ર દેશમાં શહેરોમાં મુંબઈથી તાર દ્વારા "Pantaloon" કોડ શબ્દ એટલે Arrestની ખબર પહોંચાડવામાં આવી.
→ આ આંદોલન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં,બ્રિટિશ જિલ્લાઓ અને દેશ રાજ્યોમાં સર્વત્ર ફેલાયેલું હતું.
→ સભા સરઘસ અને હડતાળનો કાર્યક્રમ સામાન્ય રીતે બંધ રખાયો હતો.
→ આ સમયે શ્રી જયપ્રકાશ નારાયણ છૂપી રીતે આંદોલનનું સંચાલન કરતા હતા તેમણે નેપાળમાં આઝાદ રેડિયોનું ગઠન કર્યુ હતું.
→ મુંબઈમાં ઉષાબેન મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું.
→ સમગ્ર ભારતમાંથી લોકનેતાઓની ધરપકડ થતા આ આંદોલન સ્વયંભૂ બન્યું હતું.
→ દેશમાં સરઘસો, સભાઓ, હડતાલો વગેરે સામાન્ય બનાવો બન્યા હતા.
→ 9 ઓગષ્ટ, 1942ના રોજ 547 કોંગ્રેસીઓને જેલમાં પૂર્યા
→ અલ્હાબાદમાં આવેલું કોંગ્રેસના મુખ્ય મથક કબજે કર્યું અને "હરીજન"પત્ર પર પ્રતિબંધ મૂક્યો.
→ લડત દરમિયાન પોસ્ટ ઓફિસ, પોલીસચોકીઓ બાળવાની, રેલવેના તાર કાપવાની, પાટા ઉખેડવાની,સરકારી મિલકતોને આગ લગાડવાની, પત્થમારો કરી નુકસાન પહોચાડવાની અનેક પ્રકારની પ્રવૃત્તિ પ્રજા કરતી હતી.
→ 8 ઓગષ્ટ, 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં રવિશંકર મહારાજે વિદ્યાર્થીઓની સભા બોલાવી જેમાં લડતમાં ભાગ લેવા હાકલ કરી.
→ 9 ઓગષ્ટ, 1942ના રોજ 2000 વિદ્યાર્થીઓ તથા 200 વિદ્યાર્થીનીઓએ સંગ્રામ સમિતિની બેઠક કરી જેમાં સરઘસ કાઢવાનું નક્કી કર્યું.
→ 10 ઓગષ્ટ, 1942ના રોજ લો કોલેજ આગળના મેદાનમાંથી આ સરઘસ પસાર થઇ રહ્યું હતું, જે ભદ્રમાં આવેલા કોંગ્રેસ ભવન પાસે જવાનું હતું.
→ ગુજરાત કોલેજ નજીક પોલીસે ટીયર ગેસ છોડયું તેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર ઈંટો ફેંકી જે એક ગોરા અંગ્રેજને વાગી તેથી અમલદારે ગોળીબાર કરવાનો હુકમ કર્યો.
→ 9 ઓગસ્ટ, 1942ના રોજ ગુજરાત કોલેજના 18 વર્ષીય વિદ્યાર્થી શ્રી વિનોદ કિનારીવાલા કોલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતાં હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહિદ બન્યા હતા. તેમની ગુજરાત કોલેજમાં રહેલી પ્રતિમાનું અનાવરણ શ્રી જયપ્રકાશ નારાયણે કર્યુ હતું.
→ શહીદ વિનોદ કિનોરીવાલા ની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં ખાંભી ઊભી કરેલી છે, 10 ઓગષ્ટે દર વર્ષે તેમની શ્રદ્ધાંજલી ઉજવાય છે.
→ આ ખાંભી પર "દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના" લખાણ કંડારાયેલું છે.
→ 9 ઓગષ્ટ, 1942ના રોજ ખાડિયા (અમદાવાદ)માં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયા . તેઓ હિંદ છોડો આંદોલનના ગુજરાતનાં પ્રથમ શહીદ ગણાય છે.
→ 15 સપ્ટેમ્બર, 1942 ના દિવસની "વિદ્યાર્થીદિન" તરીકે ઉજવણી કરાઈ અને ગુજરાત કોલેજ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
→ ભાવનગરમાં દરબારગઢ ચોકમાં સભા ભરાતી હતી અને "જંગ આઝાદી પત્રિકા" સમાચાર માટે બહાર પડતી હતી.
→ ભીલ સેવા મંડળના 35 વિદ્યાર્થીઓએ અને 6 વિદ્યાર્થિનીઓને સરઘસ કાઢી ભાગ લેવા બદલ કેદની સજા કરાઇ હતી.
→ 1942ની લડત દરમ્યાન કસ્તુરબા અને મહાદેવભાઇ દેસાઇનું પુનાના "આગાખાન મહેલ"માં નજરકેદ દરમિયાન મૃત્યુ થયું હતું. આથી વ્યથિત થઈને ગાંધીજીએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા.
0 Comments