Ad Code

કૃદંત | Krudant




કૃદંત



→ કૃદંત શબ્દ સંસ્કૃત શબ્દ છે.

→ વ્યાખ્યા :
ક્રિયાપદની જેમ વર્તતાં એટ્લે કે કર્તા તેમ જ કર્મ લેતાં જે ક્રિયાદર્શક પદ નામપદ કે વિશેષણ કે ક્રિયાવિશેષણ પણ કામગીરી કરે છે તેમેન કૃદંત કહેવામાં આવે છે.


કૃદંત ના પ્રકાર



  1. વર્તમાન કૃદંત
  2. ભૂત કૃદંત
  3. ભવિષ્ય કૃદંત
  4. વિધ્યર્થ કે સામાન્ય કૃદંત
  5. સંબંધક કૃદંત
  6. હેત્વર્થ કૃદંત


વર્તમાન કૃદંત



→ વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈપણ કાળની અવસ્થા ચાલુ અવસ્થા દર્શાવે છે.

→ પ્રત્યયો : ત, તો, તી, તું, તા

ઉદાહરણ

  • ભામાશા એક તણખલુંયે વેચવા માંગતો નથી.
  • તેઓ બાળકોને વાર્તા કહેતા હતા.
  • ગમતું સંગીત સાંભળવા બેસી રહ્યાં.


  • ભૂત કૃદંત



    → જે કૃદંત ભૂતકાળની ક્રિયાનો અર્થ દર્શાવે તેને ભૂત કૃદંત કહે છે.

    → પ્રત્યયો : યો, યી, યું, યાં, લો, લી, લું, લા

    ઉદાહરણ

  • એનો પડ્યો બોલ ઝીલાય છે.
  • અમદાવાદથી રાહુલ પ્લેનમાં આવ્યાં.
  • કદાચ એણે મને વડોદરામાં જોયેલો હોય.


  • ભવિષ્ય કૃદંત



    → થનારી ક્રિયાનો અર્થ સૂચવતું ક્ર્દંત એટલે ભવિષ્ય કૃદંત.

    → પ્રત્યયો : “-નાર” – નારો, નારી,નારું, નારાં

    ઉદાહરણ

  • આવતીકાલની સભામાં પાંચ વકતાઓને બોલનાર છે.
  • મહેશ આવનાર હતો.
  • થનારી ઘટનાઓ થઈને રહે છે.


  • વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત



    → મુખ્યત્વે એ ક્રિયાની વિધિ – કર્તવ્યતા કે કેવળ ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે.

    → પ્રત્યયો : વો, વી, વું, વા, વાનો, વાની, વાનું, વાનાં

    ઉદાહરણ

  • કરવાનાં કામોની યાદી તૈયાર કરો.
  • વાંચવું એ કંઈ કેળવણી નથી.
  • મારે તમને એક વાત કહેવી હતી.


  • સંબંધક ભૂતકૃદંત



    → સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.

    → પ્રત્યય : ઈ, ઈને

    ઉદાહરણ

  • તમે મારે ત્યાં જમીને આવજો.
  • દિપીકાએ મંદિર જઈને દર્શન કર્યા.
  • રમા ચંપકને જમાડીને જમે છે.


  • હેત્વર્થ કૃદંત



    → આ કૃદંત ક્રિયાનો ઉદેશ્ય કે હેતુ દર્શાવે છે.

    → પ્રત્યય : વા, વાનું

    ઉદાહરણ

  • વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે.
  • મેં ઘરમાં જ બેસવા નિર્ણય લીધો.
  • લેખકે કૃતિ લખવા હાથમાં પેન લીધી.


  • Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
    Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો

    Post a Comment

    0 Comments