Ad Code

Marie Curie (મૅરી ક્યુરી)

મૅરી ક્યુરી
મૅરી ક્યુરી

→ મહિલા મેડમ મેરી કયુરીનો જન્મ 7 નવેમ્બર, 1867ના રોજ પોલેન્ડના વોર્સો (તે સમયનો રશિયા સામ્રાજ્યનો ભાગ) ખાતે થયો હતો.

→ પૂરું નામ : મૅરી સાલોમીઆ સ્ક્લોડોસ્કા

→ અવસાન : 4 જુલાઈ, 1934 પેરિસ(ફ્રાંસ)

→ રેડિયમના શોધક અને વિજ્ઞાન ક્ષેત્રમાં બે વખત નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા મેડમ મેરી ક્યુરી

→ તેમની માતા એક શિક્ષિકા હતા અને પિતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા.

→ મહિલા હોવાના કારણે વોર્ડો/વોર્સોમાં શિક્ષણની અનુમતિ પ્રાપ્ત ન હોવાથી તેમણે છૂપી રીતે ચાલતી કલેન્ડીસ્ટાઈન ફલાઈંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.

→ તેઓ વર્ષ 1891 માં ગણિત અને ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે પેરિસ (ફ્રાંસ) ગયા હતાં અને ફાંસમાં Ph.D પૂર્ણ કરનાર પ્રથમ મહિલાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

→ તેઓ પેરિસ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાનાર પ્રથમ મહિલા હતા અને આ જ યુનિવર્સિટીના પ્રોફેસર પીયરી કયુરી સાથે તેમણે લગ્ન કર્યા હતા.

રેડિયમની શોધ
→ વર્ષ 1895માં વિલહેમ રોંટજન એ એક્સ –રેની શોધ કરી. (તેના માટે તેમને ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રનું પ્રથમ નોબેલ પ્રાઈઝ મળ્યું હતું, ત્યારબાદ વર્ષ 1896માં હેનરી બેકવેરલે રેડિયોએકિટવિટીની શોધ કરી અને એકસ-રે ઉપર સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે યુરેનિયમમાંથી ઊર્જા બહાર આવે છે.

→ આ સંશોધન બાદ યુરેનિયમને આધાર ઉપર રાખીને મેડમ ક્યુરી અને પીયરી ક્યુરી દંપતિએ પિચલેન્ડ નામના યુરેનિયમ ખનીજમાંથી બે નવા તત્વો પોલોનિયમ'(પોલેન્ડના નામ પરથી) અને રેડિયમ' (લેટિન ભાષામાં "Ray" પરથી)ની શોધ કરી હતી.

→ મેડિકલ સાયન્સ અને અન્ય રોગોના ઉપચાર માટે રેડિમની શોધ મહત્વપૂર્ણ સાબિત થઈ ઉપરાંત તેનું કેન્સરના ઈલાજોમાં મહત્વનું યોગદાન છે.


બે વખત નોબેલ પુરસ્કાર વિજેતા

→ તેમને વર્ષ 1903માં તેમના પતિ પીયરી કયુરી અને હેનરી બેકરેલ સાથે ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. તેઓ નોબેલ પુરસ્કાર મેળવનાર વિશ્વના પ્રથમ મહિલા હતા.

→ તેમને રેડિયો એક્ટિવિટી શોધ બદલ વર્ષ 1911આ રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હત. એમ બે અલગ અળગા વૈજ્ઞાનિક ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ હતા.

અન્ય પુરસ્કારો
  • ડેવી મેડલ : 1903
  • મેટ્યુસી મેડલ : 1904
  • ઇલિયટ ક્રેસન મેડલ : 1909
  • આલ્બર્ટ મેડલ : 1910
  • વિલાર્ડ ગિબ્સ એવોર્ડ : 1921

  • → તેમની મોટી દીકરી ઈરિન કયુરીને વર્ષ 1935માં રસાયણશાસ્ત્રમાં આર્ટીફિશિયલ રેડિયો એકિટવીટીની શોધ અને નાની દીકરી ઈવ કયુરીને વર્ષ 1965માં યુનિસેફ માટે કામ કરવા અને વિકાસશીલ દેશોમાં મહિલાઓને સહાયતા પ્રદાન કરવા માટે શાંતિના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

    → આમ મેરી ક્યુરીના પરિવારના દરેક સભ્યને નોબેલ પુરસ્કાર મળ્યો હતો તેથી પરિવારના દરેક સભ્યને નોબલ પુરસ્કાર મળ્યો હોય તેવો વિશ્વનો એકમાત્ર પરિવાર મેરી કયુરીનો પરિવાર છે.

    → વર્ષ 1911માં તેમને રસાયણશાસ્ત્રમાં રેડિયમના શુદ્ધિકરણ અને પોલોનિયમન શોધ માટે પુરસ્કાર' આપવામાં આવ્યો હતો.

    → તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-18) દરમિયાન મોબાઇલ રેડિયોગ્રાફી એકમો વિક્સાવ્યા હતાં. જેની મદદથી તેમણે 10 લાખ કરતાં વધુ સૈનિકોની સારવાર કરી હતી.

    → તેઓએ રેડિયમ રીસર્ચ ઇન્સ્ટિટયૂટની વોર્સોમાં સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે રેડક્રોસ રેડિયોલોજીના ડાયરેકટર તરીકે કાર્ય કર્યુ હતું.

    → તેમણે પેરિસમાં ડ્યુટી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. જે વર્તમાન વૈજ્ઞાનિક સંશોધન માટે જાણીતી છે.

    → તેમણે કિરણોત્સર્ગી પદાર્થો ઉપર મહાનિબંધ લખી ડોકટરની ઉપાધિ મેળવી હતી.

    → તેમની યાદમાં પોલેન્ડ અને ફ્રાન્સે વર્ષ 2011ને મેરી ક્યુરી વર્ષ તરીકે ઉજવ્યું હતું. જ્યારે યુનાઇટેડ નેશન્સે વર્ષ 2011ને રસાયણશાસ્ત્ર વર્ષ તરીકે જાહેર કર્યુ હતું.

    → તેમનું નિધન 4 જુલાઈ, 1934ના રોજ ફ્રાન્સના પેરિસ ખાતે થયું હતું.

    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments