→ ઉદ્દેશ્ય : ગરીબી રેખા હેઠળ જીવતી સગર્ભા સ્ત્રીઓમાં કુપોષણ અને એનીમિયા રોગ સાથે સંકળાયેલ બિમારીનું પ્રમાણ અને મૃત્યુદર ઘટાડવાનો
→ આ યોજના અંતર્ગત સ્ત્રીને સગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 6000ની સહાય આપવામાં આવે છે.
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
→ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ. ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂા. ૬૦૦૦/-ની નક્કી કરેલ રકમ ત્રણ તબક્કામાં એટલે કે પ્રતિ તબક્કે રૂા. ૨૦૦૦/- ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે.
→ જે જિલ્લાઓમાં ઈન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના (IGMSY) લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.
યોજના અંતર્ગત સહાય / લાભ
→ સગર્ભાવસ્થામાં પ્રથમ છ માસમાં આંગણવાડી ખાતે મમતા દિવસમાં સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાથી રૂ।. ૨૦૦૦/-ની સહાય.
→ બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ।. ૨૦૦૦/-ની સહાય. આમ, કુલ રૂા. ૬૦૦૦/-ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.
0 Comments