વાદળ ફાટવું શું છે? (What is a Cloudburst)

વાદળ ફાટવું શું છે? (What is a Cloudburst)
વાદળ ફાટવું શું છે? (What is a Cloudburst)

→ જયારે કોઈ નાના વિસ્તારમાં ખૂબ જ ઓછા સમયમાં ઘણો વરસાદ પડે છે, ત્યારે આપણે એને સામાન્ય રીતે વાદળ ફાટવું કહીએ છીએ.

→ વાદળ ફાટવું : અંગ્રેજીમાં Cloudburst

→ વ્યાખ્યા : વાદળ ફાટવું એ અચાનક તીવ્ર વરસાદી તોફાન છે. જેના પરિણામે નાના વિસ્તાર (આશરે 10 કિ.મી.)માં એક કલાક કરતા ઓછા સમયમાં 10 સેમીથી વધુ વરસાદ પડે છે.

→ વાદળ ફાટવાની ઘટના સામાન્ય રીતે સમુદ્રની સપાટીથી 1000-2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં થાય છે.

→ તેની સાથે કરા અને ગાજવીજ પણ હોઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને હિમાલયમાં વાદળ ફાટવા સામાન્ય છે.

→ વાદળ ફાટવાની આગાહી કરવી કે શોધી કાઢવી મશ્કેલ છે. પરંત તે અચાનક, વિનાશક વરસાદ લાવી શકે છે. જેના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલન થાય છે.



વાદળ ફાટવાના કેટલાક કારણો નીચે મુજબ છે

→ વાદળ ફાટવાની ઘટના ત્યારે થાય છે જ્યારે ગરમ હવાના મજબૂત ઉપર તરફના પ્રવાહો વરસાદના ટીપાંને પડતા અટકાવે છે, જેના કારણે તે મોટા થાય છે અને નીચે નવા ટીપા બને છે.

→ જેનાથી વાતાવરણમાં પાણીનો નોંધપાત્ર સંચય થાય છે, જે ઉપર તરફના પ્રવાહો નબળા પડતા અચાનક મુક્ત થાય છે.

→ ભારતીય ઉપખંડના ડુંગરાળ અને પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના વારંવાર બને છે, જે મુખ્યત્વે આ પ્રદેશની જટિલ ભૂગોળને કારણે થાય છે.

→ ઓરોગ્રાફિક લિફિટંગ ત્યારે થાય છે જ્યારે ટેકરીઓ ભેજવાળી હવાને ઉપર તરફ દબાણ કરે છે અને ગાઢ વાદળોમાં ઝડપી ઘનીકરણ થાય છે.

→ આ પ્રક્રિયા વાદળોના વિકાસ અને વરસાદને વધારે છે કારણ કે ભેજવાળી હવા પર્વતો ઉપર ચઢે છે, ચોમાસાની ગતિશિલતા અને સ્થાનિક હવામાન પેટર્ન આ તીવ્ર વરસાદની ઘટનાઓને વધુ પ્રભાવિત કરે છે.


વાદળ ફાટવું વરસાદથી અલગ છે

→ વરસાદ એ વાદળમાંથી પડતું ઘટ્ટ પાણી છે, જયારે વાદળ ફાટવું એ અચાનક ભારે વરસાદી વાવાઝોડું છે.

→ કલાક દીઠ 10 સેમીથી વધુ વરસાદને વાદળ ફાટવા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

→ વાદળ ફાટવું એ એક કુદરતી ઘટના છે, પરંતુ તે તદ્દન અણધારી રીતે ખૂબ જ અચાનક અને ભીનાશભરી રીતે થાય છે.

→ ઉપગ્રહો અને ભૂમિ દેખરેખ મથકો દ્વારા વાદળ ફાટવાની ઘટનાની આગાહી કરવા માટે કોઈ સંતોષકારક તકનીક નથી કારણ કે તે નાના વિસ્તારોમાં અને ચોક્કસ સમયગાળા માટે વિકાસ પામે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments