સ્ટેચ્યુ ઓફ હિન્દુભૂષણ | Statue of Hindu Bhushan

સ્ટેચ્યુ ઓફ હિન્દુભૂષણ : છત્રપતિ સંભાજી મહારાજની 180 ફૂટ ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ હિન્દુભૂષણ : છત્રપતિ સંભાજી મહારાજની 180 ફૂટ ઊંચી પ્રતિમા

→ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં પિંપરી–ચિંચવડના મોશી– બોર હેવાડી ખાતે છત્રપતિ સંભાજી મહારાજની પ્રતિમા નિર્માણ પામી રહી છે.

→ આ પ્રતિમાને ‘સ્ટે'ચ્યુ ઓફ હિન્દુભૂષણ' નામ આપવામાં આવ્યું છે.

→ છત્રપતિ સંભાજી મહારાજની આ કાંસ્ય પ્રતિમાની કુલ ઊંચાઈ 180 ફૂટ છે.

→ જેમાં 140 ફૂટની પ્રતિમા અને આધાર 40 ફૂટનો હશે.

→ આ સાથે તે ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજની વિશ્વની સૌથી ઊંચી પૂર્ણ-લંબાઈની પ્રતિમા હશે.

→ આ પ્રતિમા ઉપરાંત સંકુલમાં અન્ય મરાઠા નાયકોની પ્રતિમાઓ, ભીંતચિત્રો, એક ઓપન-એર થિયેટર અને એક હોલોગ્રાફીક હોલ પણ હશે.

→ આ ભવ્ય પ્રોજેક્ટ 'શંભુ સૃષ્ટિ' સ્મારક સંકલનો એ માં અન્ય નીચે મુજબના પ્રોજેક્ટ પણ હશે :

  • હંબિરરાવ મોહિતેની 10 ફૂટ ઊંચી પ્રતિમા
  • 16 મરાઠા સરદારો અને માવલાઓની મૂર્તિઓ
  • ઐતિહાસિક મરાઠા દ્રશ્યો દર્શાવતા કાંસ્ય ભીંતચિત્રો
  • સાંસ્કૃતિક પ્રદર્શન માટે ખુલ્લું થિયેટર
  • સંભાજી મહારાજના જીવન પ્રવાસનું વર્ણન કરતો હોલોગ્રાફિક હોલ

  • → આ પ્રતિમા મરાઠા બહાદુરીના કાયમી પ્રતિક તરીકે ડિઝાઈન કરવામાં આવી છે, જેની કલ્પના ધારાસભ્ય મહેશ લાંડગે દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Source: ICE Rajkot

    Post a Comment

    0 Comments