→ સમગ્ર દેશમાં તમામ માછીમાર સમૂહ અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવવા માટે દર વર્ષે 10મી જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ મનાવવામાં આવે છે.
→ આ દિવસની ઉજવવાની પ્રોફેસર ડૉ. હીરાલાલ ચૌધરી અને તેમના સાથી ડૉ. અલીકુન્હીને 10મી જુલાઈ, 1957ના રોજ ઓડિશાના અંગુલ ખાતે દેશમાં પ્રથમ વખત મેજર કાર્પ્સ (માછલીની એક પ્રજાતિ)ના સફળ પ્રેરિત સંવર્ધનને હાંસલ કરવામાં તેમના યોગદાનને ચિન્હીત કરે છે.
→ આ દિવસને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ
→ સ્થાપના : વર્ષ 2006, મત્સ્યોધોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ એક સ્વાયત્ત સંસ્થા તરીકે
→ વર્તમાનમાં તે મત્સ્યોધોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ કાર્યરત છે.
→ તેનો હેતુ દેશમાં મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાનો અને સંકલિત અને સર્વગ્રાહી રીતે મત્સ્યઉધોગ વિકાસનું સંકલન કરવાનો છે.
0 Comments