→ 22 જુલાઈ, 1947ના રોજ ભારતીય બંધારણ સભાએ દેશના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ઝંડાને સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો. તેથી 22 જુલાઈને રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ વર્તમાન રાષ્ટ્રધ્વજમાં ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને તેમાં અશોક ચક્ર તથા નીચે લીલા રંગના પટ્ટાઓ છે. જેમાં કેસરી રંગ શકિતનું પ્રતીક, સફેદ રંગ શાંતિનું પ્રતીક અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે.
→ ત્રિરંગાની સફેદ પટ્ટીમાં વચ્ચે 24 આરા ધરાવતા ચક્ર છે. જેમાં બે આરા વચ્ચેનો જેના ખૂણો 15 અંશના હોય છે. જે સારનાથમાં આવેલ અશોક સ્તંભમાંથી લેવામાં આવેલ છે.
→ રાષ્ટ્રધ્વજની લંબાઇ/પહોળાઈનું માપ 3:2 છે.
→ ભારતીય રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મેડમ ભિખાઇજી કામા દ્વારા વર્ષ 1907માં સ્ટુટગાર્ડ (જર્મની) ખાતે ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય ધ્વજને ઈન્દુલાલ યાજ્ઞિકે ચોરી છૂપેથી દરિયાઈ માર્ગે ભારત લઈ આવ્યા હતા.
→ ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બર, 1929ના રોજ લાહોર મુકામે રાવી નદીના કિનારે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો, જેમાં ચક્ર સ્થાને ચરખો હતો.
→ આઝાદી પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઈને નકકી કરવા માટે ઝંડા સમિતિ ની રચના કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા.
→ આઝાદી પછી પિંગલી વૈકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
→ હંસાબેન મહેતા દ્વારા ભારતીય મહિલાઓ વતી બંધારણ સભાને ઝંડો ભેટ આપવામાં આવ્યો હતો.
→ આઝાદી બાદ દેશની બહાર વિદેશી ભૂમિ પર પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં અધિકારીક રૂપે ત્રિરંગા ઝંડાને ફરકાવવામાં આવ્યો હતો.
→ રાષ્ટ્રીય ધ્વજનો યોગ્ય ઉપયોગ અને તેના અપમાન સંબંધિત વિવિધ જોગવાઈઓ સંપ્રતિક અને નામો (અનુચિત પ્રયોગ નિવારણ) અધિનિયમ, 1950 તથા રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ (સંશોધક) અધિનિયમ,1971 કરવામાં આવી છે.
→ ભારતીય ધ્વજ સંહિતા, 2002ને 26 જાન્યુઆરી, 2002થી લાગુ કરવામાં આવેલ છે.
→ કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગ્સ્ટ, 2022ના રોજ દેશને આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરી હતી.
0 Comments