વિશ્વ શિક્ષક દિવસ | World Teacher's Day

વિશ્વ શિક્ષક દિવસ
વિશ્વ શિક્ષક દિવસ

→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 ઓક્ટોબરને વિશ્વ શિક્ષક દિવસ (World Teacher's Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ ઉદ્દેશ્ય : શિક્ષણના મહત્વ પર ભાર મૂક્વાનો અને વ્યક્તિના જીવનમાં રહેલ શિક્ષકના મહત્વપૂર્ણ યોગદાન અંગે લોકોમાં જાગૃત્તિ લાવવાનો છે.

→ વર્ષ 1966માં પેરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં શિક્ષકોની સ્થિતિ, અધિકારો અને જવાબદારીઓ અંગે UNESCO (United Nations Educational, Scientific an Cultural Organization) અને ILO (International Labour Organization) ની ભલામણો સ્વીકારવાની યાદમાં 5 ઓક્ટોબરને વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

→ આ દિવસ સૌપ્રથમવાર વર્ષ 1994માં ઉજવવામાં આવ્યો હતો.

→ UNESCO અધ્યાપન વ્યવસાયને લગતા આંતરરાષ્ટ્રીય સાઘનોની દેખરેખ, શિક્ષકોને લગતી નીતિઓ અને વ્યૂહરચનાઓના વિકાસ તથા સમીક્ષામાં સભ્ય દેશોને સહાયતા, શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ક્ષમતા વિકસીત કરવી અને શિક્ષણને લગતા સતત ટકાઉ વિકાસના ચોથા લક્ષ્યાંકનો અમલ કરવાનું કાર્ય કરે છે.

→ આ દિવસ વિશ્વના 100થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. કેનેડા, જર્મની, રશિયા, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં 5 ઓક્ટોબરના રોજ અને ઇજિપ્ત, મોરક્કો, અલ્જેરિયા, બહેરિન અને યમન જેવા 11 આરબ દેશોમાં 28મી ફેબ્રુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.

→ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Theme

→ 2025 : “Recasting teaching as a collaborative profession.”

→ 2024 : Valuing Teacher Voices: Towards A New Social Contract For Education


Post a Comment

0 Comments