રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ | NATIONAL VOLUNTARY BLOOD DONATION DAY
→ દર વર્ષે 1 ઓકટોબરને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ (National Voluntary Blood Donation Day) તરીકે ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : રકતદાનના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલીક જરૂરિયાત પૂરી પાડવાનો છે.
→ શરૂઆત : Indian Society of Blood Transfusion and Immunohematology દ્વારા વર્ષ 1975 માં 1 ઓકટોબરને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ રકત એ માનવજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. તે શરીરની વિવિધ પેશીઓ અને અવયવોમાં અગત્યનું પોષણ પુરૂ પાડે છે.
→ 18-60 વર્ષના સ્વસ્થ વ્યકિત જેનું વજન 45 કિલો કે તેથી વધુ હોય તેમજ હિમોગ્લોબીન 12.5 ગ્રામ કે તેથી વધુ હોય તે વ્યકિત રકતદાન કરી શકે છે.
→ O (ઓ) રુધિરજૂથ ધરાવતા વ્યક્તિને સર્વદાતા કહે છે અને AB+ રૂધિરજૂથ ધરાવતા વ્યકિતને સર્વગ્રાહી કહે છે.
→ 14 જુનને વિશ્વ રકતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
0 Comments