Ad Code

માધવ નેશનલ પાર્ક (Madhav National Park)

માધવ નેશનલ પાર્ક
માધવ નેશનલ પાર્ક

→ માધવ નેશનલ પાર્ક ભારતનું 58મું ટાઈગર રિઝર્વ

→ કેન્દ્ર સરકારે તાજેતરમાં મધ્યપ્રદેશના ‘માધવ રાષ્ટ્રીય ઉદ્યાન' (Madhav National Park)ને દેશના 58મા ટાઈગર રિઝર્વ અથવા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે.

→ આ જાહેરાત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે કરી હતી.

→ માધવ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશનું નવમું વાઘ અભયારણ્ય છે.

→ માધવ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં અને ભારતના મધ્ય હાઈલેન્ડ્સના ઉત્તરીય કિનારે આવેલું છે.

→ જે ઉચ્ચ વિંધ્ય પર્વતોનો એક ભાગ બનાવે છે.

→ આ ઉદ્યાન મુઘલ સમ્રાટો અને ગ્વાલિયરના મહારાજાનું શિકાર સ્થળ હતું.

→ તેને 1958માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો હતો.

→ આ ઉદ્યાનની સ્થાપના 1955માં મધ્ય ભારત રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કરવામાં આવી હતી અને 1959માં તેનું વર્તમાન નામ પ્રાપ્ત થયું હતું.

→ ઉદ્યાનના જંગલો ઉત્તરીય ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર મિશ્ર જંગલો તેમજ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશના લાક્ષણિક સૂકા કાંટાળા જંગલોની શ્રેણીમાં આવે છે.

→ તે નીલગાય, ચિકારા અને ચોસિંગા જેવા કાળિયાર અને ચિત્તલ, સાંભર અને હરણ જેવા પ્રાણીઓનું ઘર છે.

→ દીપડો, વરુ, શિયાળ, જંગલી કુતરો, જંગલી ડુક્કર, શાહુડી, અજગર વગેરે પ્રાણીઓ આ ઉદ્યાનમાં જોવા મળે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments