આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ International Happiness Day
આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ International Happiness Day
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) તરીકે ઉજવવામાં આવે છે.
→ Theme 2025 : Caring And Sharing
→ લોકોના સંબધોમાં સ્નેહ અને માનવતા ભર્યા વ્યવહાર આર્થિક વિકાસમાં પરસ્પર પ્રસન્નતાની અનુભૂતિ કરાવવાનો છે.
→ આ દિવસ સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા 12 જુલાઇ, 2012ના રોજ ઠરાવ પસાર કરી 20 માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા સૌપ્રથમ 20 માર્ચ, 2013ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઉજવવામાં આવ્યો હતો.
→ વર્ષ 2015માં, સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા 17 ટકાઉ વિકાસ લક્ષ્યો (SDG) શરૂ કરવામાં આવ્યાં હતા. જે પૈકી ગરીબી નાબૂદી, અસમાનતા ઘટાડવી અને પૃથ્વીને સુરક્ષિત કરવી - આ ત્રણ લક્ષ્યો માનવ સુખાકારી તરફ દોરી જાય છે.
→ વર્ષ 2012 થી યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક (UNSDSN) દ્વારા વિશ્વ સુખાકારી અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.
→ વર્ષ 2025ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત 146 દેશોની યાદીમાં 126મું સ્થાન ધરાવે છે.
0 Comments