Ad Code

કેશવરામ હેડગેવાર | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આર.એસ.એસ.)ની સ્થાપના | Keshavram Hedgewar

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક કેશવરામ હેડગેવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક કેશવરામ હેડગેવાર

→ જન્મ : 1 એપ્રિલ, 1889 (નાગપુર, મહારાષ્ટ્ર)

→ અવસાન : 21 જૂન, 1940 (નાગપુર, મહારાષ્ટ્ર)

→ પૂરું નામ : ડો. કેશવરામ બલીરામ હેડગેવાર

→ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ)ના સ્થાપક અને ડૉક્ટરજીના હુલામણા નામથી જાણીતા


→ તેઓ નાગપુરની નીલ સીટી હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે બ્રિટિશરાજ દ્વારા પ્રતિબંધિત વંદે માતરમ્ ગીત ગાવા બદલ શાળા છોડવી પડી હતી. ત્યારબાદનો અભ્યાસ તેમણે પૂણેની રાષ્ટ્રીય શાળામાં પૂર્ણ કર્યો હતો.

→ વર્ષ 1910માં હિંદુ મહાસભાના પ્રમુખ બી. એસ. મુંજે તેમને ડોક્ટરના અભ્યાસ માટે કોલકત્તા મોકલ્યા હતા.

→ જૂન 1914માં LLMની પરીક્ષા પાસ કરી અને એક વર્ષની તાલીમ બાદ વર્ષ 1915માં તેઓ નાગપુર પાછા આવ્યા હતાં.

→ તેમણે વર્ષ 1920માં રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં સક્રિય ભૂમિકા ભજવી હતી. પરંતુ કોંગ્રેસની નીતિઓ તેમજ આંતરિક વિખવાદોને લીધે અને વર્ષ 1923માં ફાટી નીકળેલા હિન્દુ-મુસ્લિમ તોફાનોના કારણે તેમને એક નવા રાષ્ટ્ર નિર્માણનો વિચાર આવ્યો હતો.

→ એપ્રિલ, 1930માં મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ મીઠા સત્યાગ્રહ કર્યો ત્યારે તેઓ વ્યક્તિગત રીતે સત્યાગ્રહમાં જોડાયા હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો પરંતુ સંઘને સત્તાવાર રીતે સ્વાતંત્ર્ય ચળવળથી દૂર રાખ્યો હતો કારણ કે તેઓ સંઘને રાજનીતિથી દૂર રાખવા માંગતા હતાં.

→ તેમના પર લોકમાન્ય બાળગંગાધર ટિળક અને સ્વાતંત્ર્યવીર વીર સાવરકરના લખાણોની ઊંડી અસર પડી હતી.

→ કેશવરામ હેડગેવારની સ્મૃતિમાં શ્રી કેશવ કો-ઓપરેટીવ સોસાયટી લિ. જૂનાગઢ-1 ગુજરાત, ડૉ. હેડગેવાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રીસર્ચ-અમરાવતી, ડૉ. હેડગેવાર હાઇસ્કુલ-ગોવા, ડૉ. હેડગેવાર આરોગ્ય સંસ્થા-નવી દિલ્હી, ડૉ. હેડગેવાર હોસ્પિટલ-ઔરંગાબાદ ખાતે આવેલી છે.


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્થાપક

→ તેમણે 27 સપ્ટેમ્બર, 1925ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની સ્થાપના કરી હતી.

→ તેનું મુખ્ય કેન્દ્ર નાગપુર છે.

→ આ સંસ્થાનો ઉદ્દેશ્ય માતૃભૂમિની નિઃસ્વાર્થ સેવા માટે હિંદુ સમાજના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુર્નજીવિત કરી સમાજનું પુનર્ગઠન કરવાનો અને તેના દ્વારા દેશને વિદેશી આધિપત્યમાંથી છોડાવવાનો હતો.

→ તેમના શરૂઆતી અનુયાયીઓ ભૈયાજી દાની, બાબા સાહેબ આપ્ટે, બાળાસાહેબ દેઓરસ અને મધુકરરાવ ભાગવત વગેરે હતાં.

→ આ સંગઠન માટે રાષ્ટ્રીય શબ્દ પસંદ કરવાનું કારણ હિન્દુ તરીકેની ઓળખને રાષ્ટ્રીયતા સાથે જોડવાની હતી. જેની પુષ્ટિ શાખાની સભાના અંતે ગવાતી પ્રાર્થના દ્વારા થાય છે.

નમસ્તે સદા વત્સલે માતૃભૂમે એ સંઘની પ્રાર્થના છે, જેની રચના સંસ્કૃત ભાષાના અધ્યાપક નરહર નારાયણ ભીડે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રાર્થના સંઘના દરેક કાર્યક્રમમાં ફરજિયાત ગાવામાં આવે છે."

→ તેમણે વર્ષ 1936માં સંસ્થાની મહિલા શાખાની શરૂઆત કરી હતી.

→ તેઓ નાગપુર અને આસપાસના ક્ષેત્રોમાં ફર્યા અને યુવકોને સંઘના કાર્યમાં સહભાગી થવા આમંત્રણ આપતા હતા.

→ તેમની હાકલ થતાં સંઘના સ્વયંસેવકો કાશી અને લખનૌ જેવા શહેરોમાં ગયા અને ત્યાં પણ સંઘની શાખાઓ સ્થાપી હતી.

→ વર્ષ 1929માં લાહોર અધિવેશનમાં જ્યારે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને 26 જાન્યુઆરી, 1930ને સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યુ ત્યારે તેમણે સંઘની શાખાઓને ભગવો ઝંડો ફરકાવી પ્રાર્થના કરવા જણાવ્યું હતું.

→ કેશવરામ બાદ એમ. એસ. ગોલવલકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક બન્યા હતા.

→ આ સંઘમાં ડૉકટર, ધારાશાસ્ત્રી અને ચાર્ટર એકાઉન્ટન્ટ વગેરે જેવી બૌદ્ધિક પ્રતિભા પ્રસંગોપાત હાજરી આપે છે અને વિચારોની આપ-લે કરે છે.

→ સંઘનું મુખપત્ર પંચજન્ય છે, જે હિન્દી ભાષામાં પ્રકાશિત થાય છે.

→ સંઘ દ્વારા ગુજરાતીમાં સાધના અને અંગ્રેજીમાં ધ ઓર્ગેનાઇઝર પ્રકાશિત કરવામાં આવે છે.

→ સંઘની શાખાઓમાં ક્યારેય કોઈની ટીકા થતી નથી ત્યાં કહેવાય છે
'તમારી માતૃભૂમિને પ્રણામ કરો, સ્વાવલંબી બનો, વીર બનો અને ત્યાગપૂર્વક અવિરત મહેનત કરી હિંદુઓનું સંગઠન કરો.'

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments