Ad Code

ભીંડા (Okra)

ભીંડા (Okra)
ભીંડા (Okra)

→ વૈજ્ઞાનિક નામ : Ablmoschus esculantus (એબલમોસ્ચસ એસ્ક્યુલેન્ટસ)

→ ઉત્પત્તિસ્થાન : આફ્રિકા

→ આયુર્વેદની દ્રષ્ટિએ ભીંડો રસ બાબતે ખાટો, ઉષ્ણ, ગ્રાહ્ય અને રુચિકર છે.

→ સંશોધન કેન્દ્ર : આણંદ (મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર) {સૌરાષ્ટ્રમાં જુનાગઢ}


→ વિશેષતા : ભીંડામાં એ.બી.સી. પ્રોટીન, રેસાનું પ્રમાણ સારું હોય છે, ઉપરાંત લોહ, આયોડિન તત્ત્વો હોય છે.

→ ભીંડામાં અને તેના બીજમાં ચીકાશ હોવાના લીધે તેનો ઉપયોગ ગોળ બનાવનારી ફેકટરીઓમાં ગોળના શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે.

→ ભીંડામાં રેસાનું પ્રમાણ વધારે હોવાના લીધે પેપરમિલમાં પણ વપરયા છે.

→ તેમજ છોડના રાડા ઉપરથી રેસા ઉતારી તેનો ઉપયોગ દોરી અને કંતાન બનાવવામાં થાય છે.

→ જમીનની અનુકૂળતા :સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, બેસર તેમજ મધ્યમ કાળી જમીન અનુકૂળ આવે છે.

→ આબોહવાકીય પરિસ્થિતિ : ગરમ ભેજવાળું હવામાન માફક આવે છે.

→ વાવેતર સમય :
ચોમાસુ : જુન – જુલાઈ

ઉનાળુ: ફેબુઆરી-માર્ચ


→ પીયતની સંખ્યા : ઉનાળામાં ૧૪-૧૫ પીયત ૭-૮ દિવસના ગાળે આ૫વા.

→ બીજ દર : 4-5 કિ.ગ્રામ/હેકટર છાંટીને, 8 થી 10 કિ.ગ્રામ/હેકટર ઓરીને

→ વાવણી અંતર : 45 થી 60 × 30 થી 35 સે.મી.

→ દેશી ખાતર : ૧ર થી ૧૫ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.

→ ખાતર વ્યવસ્થાપન : ૫૦:૫૦:૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે આ૫વું. નાઈટ્રોજન – ફોસ્ફરસ - પોટેશિયમ : 100-50-50 કી.ગ્રા. પ્રતિ હેકટરના દર મુજબ આપવું.

→ પ્રથમ વીણી : ૪પ થી ૫૦ દિવસ

→ પાકવાના દિવસો : ૧૦૦ થી ૧ર૦ દિવસ

→ ઉત્પાદન : 16-18 ટન/ હેક્ટર

→ ભીંડાની સુધારેલી જાતો : ગુજરાત સંકર ભીંડા-1 (આ જાત પીળી નસના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે.), ગુજરાત ભીંડા-2 (આ જાત નસના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે), ગુજરાત જુનાગઢ ભીંડા - 3 (ચોમાસુ ઋતુમાં ભીંડાનો પાક ઉગાડતા ખેડૂતોને આ જાતનું વાવેતર માટે ભલામણ કરેલ છે.), આણંદ ભીંડા-5, માયકો-10, વર્ષા ઉપહાર, અર્કા અનામિકા, પરભણી ક્રાંતિ (આ જાતની સિંગો મધ્યમ લંબાઈની કુમળા અને આકર્ષક હોય છે. ભીંડાની પીળી નસનો રોગ સામે મધ્યમ પ્રતિકારક), પુસા સાવની, પુસા મખમલી, પંજાબ પદમણી, પાદરા એસ-18-6

→ રોગોના નામ : ભૂકી છારો, પીળી નસનો રોગ (પચરંગિયો), મૂળના ગંઠવા કૃમિ, સુકારો, પાનના ટપકા

→ જીવાત /કિટકોના નામ : લીલા તડતડિયા, કાબરી ઇયળ, મોલો, સફેદ માખી, પાનકથીરિ


પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ

→ ચુસીયા જીવાતો: મોલો, સફેદ માખી અને લીલા તડતડીયાના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ. અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રિડ ૫ મિ.લિ.

→ પાનકથીરી: ફેનાઝાકવીન અથવા પ્રો૫રગાઇટ ૧૦ મિ.લિ

→ ડુંખ અને ફળ કોરી ખાનારી ઇયળ : કવીનાલફોસ ર૦ મિ.લિ. અથવા ઇન્‍ડોકઝાકાર્બ ૫ મિ.લિ. અથવા એમામેકટીન બેન્‍ઝોએટ ૫ ગ્રામ ઉ૫રોકત કિટનાશક દવાઓ પૈકી કોઇ૫ણ એક દવાનો છંટકાવ ૧૦ લિ. પાણીમાં ભેળવીને કરવો.


કાબરી ઇયળ (ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ)

નિયંત્રણ :
→ નુકસાન પામેલ ડૂંખનો તોડીને નાશ કરવો.

→ ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫ થી ૬ રાખવા.

→ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. 3 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી.

→ જંતુનાશક દવાનો છંટકાવ કરતા પહેલા ભીંડાની વીણી કરી લેવી.


લીલા તડતડીયાં

નિયંત્રણ :
→ ઇમીડાક્લોપ્રીડ ૭.૫ ગ્રામ/કિલો મુજબ બીજ માવજત આપવી.

→ લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

→ ઇમીડાક્લોપ્રીડ ૫ મિ.લિ. અથવા થાયામીથોક્ઝામ ૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


પાનકથીરી

નિયંત્રણ :
→ લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

→ ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.


સફેદ માખી

નિયંત્રણ :
→ લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

→ એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ૪૦ઈસી૨૦ મિ.લિ અથવાડાયફેન્થ્યુરોન ૫૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને૧૦લિટરપાણીમાંમિશ્રિત કરી છાંટવી.


પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ

→ પીળી નસનો રોગ: સફેદ માખીના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ. અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રિડ ૫ મિ.લિ.પૈકી કોઇ૫ણ એક દવાનો છંટકાવ ૧૦ લિ. પાણીમાં ભેળવીને કરવો.

→ ભૂકી છારોઃ રોગ જોવા મળે કે તરત જ વેટેબલ સલ્‍ફર ૮૦ ટકા વે.પા. ૩૫ ગ્રામ અથવા કાર્બેન્‍ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ પૈકી કોઇ ૫ણ એકનો છંટકાવ ૧૦ થી ૧ર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

સ્ત્રોત : http://agri.ikhedut.aau.in/20
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments