શ્રી દિલીપ ઝવેરી | Dileep Jhaveri
શ્રી દિલીપ ઝવેરી
શ્રી દિલીપ ઝવેરી
→ શ્રી દિલીપ મનુભાઈ ઝવેરીનો જન્મ 3 એપ્રિલ, 1949ના રોજ મુંબઈ ખાતે થયો હતો.
→ તેઓ ગુજરાતી ભાષાના કવિ, નાટયકાર, અનુવાદક, સંપાદક અને ચિકિત્સક છે.
→ તેમણે 1989માં પાંડુકાવ્યો અને ઈતર નામનો ગજરાતી કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો.
→ ત્યારબાદ ખંડિત કાંડ અને પછી (2014) અને કવિતા વિશે કવિતા (2014) પ્રકાશિત થઈ હતી.
→ વ્યાસોચ્છવાસ (2003) તેમના દ્વારા લખાયેલ નાટક છે, જેનું અંગ્રેજીમાં A Breath of Vyas તરીકે કમલ સન્યાલ દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું હતું.
→ તેમની ઘણી કવિતાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, મલયાલમ, બંગાળી, કોરિયન, ચાઈનીઝ, જાપાનીઝ અને આઈરિશમાં કાવ્યસંગ્રહ અને અનુવાદ કરવામાં આવી છે.
→ તેમણે સમકાલીન ગુજરાતી કવિતાના કાવ્ય સંગ્રહનું અંગ્રેજી અનુવાદમાં બ્રેથ બિકમિંગ અવર્ડ નામનું સંવાદન કર્યું છે.
→ તેમને 1989માં વિવેચક પરસ્કાર, 1989માં જયંત પાઠક કવિતા પરસ્કાર અને 1990માં ગજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો હતો.
→ વર્ષ 2024માં તેમનો કાવ્ય સંગ્રહ 'ભગવાનની વાતો' માટે 'દિલ્હી સાહિત્ય અકાદમી' એવોર્ડ મળ્યો છે.
→ તેમને 1986માં કોરિયા અને 1995માં તાઈવાનમાં એશિયન કવિ સંમેલનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
0 Comments