Ad Code

મરઘાં (Poultry)

મરઘાં (Poultry)
મરઘાં (Poultry)

→ ભારતમાં કુલ મરઘાની સંખ્યા અંદાજે 851.81 મિલિયન છે.

→ ભારતમાં સૌથી વધુ મરઘાની સંખ્યા તમિલનાડુમાં છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં છે.

→ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મરઘાનું ઉત્પાદન ચીન દ્વારા કરવામાં આવે છે જયારે ભારતનું સ્થાન મરઘા ઉત્પાદનમાં છઠ્ઠું છે.

→ અંકલેશ્વરી, બુસર, કડકનાથ, મેવારી, તેલીચેરી, હંસલી, ડંકી, કલાસ્થી, ધાગુસ વગેરે ભારતમાં જોવા મળતી મરઘાની જાતો છે.

મધ્યપ્રદેશના કડકનાથ મરઘાની જાતને GI Tag આપવામાં આવ્યો છે કડકનાથ જાતના મરઘાંનું માંસ કાળા રંગનું હોય છે.

→ ભારતમાં આંધ્રપ્રદેશ સૌથી વધુ ઇંડા ઉત્પાદન કરતુ રાજ્ય છે.

→ ઈંડા ભેગા કરવાના સાધનને વાયર બ્રાસ્કેટ કહેવામાં આવે છે.

→ કુદરતી રીતે મરઘી એક વર્ષમાં 30 ઈંડા મૂકે છે.

→ તાજા બચ્ચાંને પ્રથમ 24 થી 36 કલાક સુધી ખોરાક આપવાની જરૂર રહેતી નથી.

→ 8 થી 10 અઠવાડિયાની ઉંમરનાં બચ્ચા (પીલા)ને 'ગ્રોઅર' કહે છે. તેમને અપાતા ખોરાકને "લેઅરમેશ” કહે છે.

→ સામાન્ય રીતે મરઘી 150 દિવસની ઉંમરે ઇંડા મુકવાનું શરૂ કરે છે.

→ ઇંડામાંથી 21 દિવસે બચ્ચું બહાર આવે છે.

→ ઈંડામાં રહેલું “અવશિષ્ટ પીતક” બચ્ચાને શરૂઆતનાં 72 કલાક સુધી પોષણ આપે છે.

→ બિમાર મરઘીનાં લક્ષણો : ટોળામાંથી જુદુ પડી જવું, એક તરફી ડોક કરવી, પાંખો ફેલાઈ જવી.

→ ઈંડાં ઉચ્ચ પોષક ઘનતા સાથે આરોગ્યપ્રદ, પૌષ્ટિક ખોરાક છે. પ્રોટીનને સાથે તે વિટામીનસુ, આવશ્યક એમીનો એસિડ્સ અને ખનીજો જેવા કે વિટામીન A, B6, B12, આર્યન, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક જેવા પોષક તત્વોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.

→ રાષ્ટ્રીય GDPમાં પશુધનનાં 14% સાથે મરઘાં ઉછેર ઉત્પાદન ક્ષેત્ર 1% જેટલું યોગદાન આપે છે. આ ઉદ્યોગ મરઘાંના માસ અને અન્ય મરી સંબંધિત ઉત્પાદનો દ્વારા આવક પેદા કરે છે.

→ ભારતીય મરઘાં બજાર મોટા ભાગે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલગણા જેવા દક્ષિણના કેટલાક રાજ્યોમાં કેન્દ્રિત છે. જેના કારણે સમગ્ર દેશની માંગને પહોંચી વળવા માટે તે માળખાકીય અને પરિવહન સુવિધાઓની ગુણવત્તા પર નિર્ભર છે.

ગુજરાતમાં મરઘા ઉછેરની તાલીમ સંસ્થા આણંદમાં આવેલી છે.

→ નેશનલ એગ્રિકલ્ચર કો.ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈનિયા (NAFED) દ્વારા દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તર પર મુંબઈ, ભુવનેશ્વર, બેંગ્લુરુ અને ચંદીગઢમાં કેન્દ્રીય મરઘા પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.

હેતુ વિવિધ જાતો
ઈડા ઉત્પાદન માટે વ્હાઈટ લેગહોર્ન, મીનોરકા, એનકોના વગેરે
માંસ ઉત્પાદન માટે મોટા કદના મરઘા-બ્રહ્મા, અસીલ કોચીન, કોર્નીશ, પ્લાયમાઉથ, શેક, અસીલ વગેરે
ઈંડા અને માંસ બંને માટે રેડ આઈલેન્ડ, પ્લીમાઉથ રોક, ન્યૂ હેમ્પશાયર, ઓરાંપગ્ટન, ઓસ્ટ્રાલોર્પ. વગેરે



વર્ગીકરણ

→ મરઘાં દેશી ઓલાદ : ચિતાગોંગ, અશીલ, પંજાબ બ્રાઉન, ઘેગુસ, કડકનાથ, ફિઝેલફાઉલ, નેકેટનેક, અંકલેશ્વર.

→ મરઘાં પરદેશી સુધારેલ : વ્હાઈટ અને લેગકોર્ન, રોડ આઇલેન્ડ રેડ, બ્લેક મીનોરકા, પ્લીમાઉથ રોક, ન્યુ હેમ્પશાયર

→ પરચુરણ જાતો : પોલિશ, હેમબર્ગ, બેન્ટમ, અસીલ, શીલ્કી.


જાતો

અસીલ
→ દેશી ઓલાદ, ભારતની પ્રખ્યાત જાત, સહનશક્તિ અને મરઘાં-લડાઇ માટે જાણીતી.

→ માંસ ઉત્પાદન માટે જાણીતા.

રેડ આઇલેન્ડ રેડ
→ ઇંડા અને માંસ માટે ઉત્તમ જાત.

→ પુખ્ત ઉંમરે મરઘાનું વજન આશરે 4 કિ.ગ્રા. અને મરઘીનું 3 કિ.ગ્રા. હોય.

લેગહોર્ન
→ ઈંડા માટે ઉત્તમ ગુણો ધરાવતી હોવાથી વ્હાઈટ લેગહોર્ન જાત.

→ દુનિયાભરમાં અને આપના દેશમાં વ્યાપારી ધોરણે ઇંડા ઉત્પાદ કરતા મરઘાપાલકોમાં ખુબ જ પ્રચલિત છે.

→ ઇંડાના ઉત્પાદનની રાણી પણ કહેવામાં આવે છે.

→ પુખ્ત મરઘાંનું વજન 2.6 કિ.ગ્રા. અને મરઘીનું 2 કિ.ગ્રા.

→ મરઘાંના રહેઠાણને ‘‘મરઘાં ઘર'' તરીકે ઓળખવાની પ્રથા પ્રચલિત છે.

→ મરઘાં ઘર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત : મરઘાં ઘર ના બારણાં પૂર્વ-પશ્ચિમ દિશા તરફ રાખવા.


મરઘાં ઘરમાં વપરાતા સાધનો

→ ઇંડા મુકવાના માળા.

→ ફીડર્ષ : ખોરાક માટેના સાધનો.

→ ઇંડા એકઠાં કરવાના સાધનો (બ્રાસ્કેટ).

→ પાણી માટેના સાધનો.

→ બ્રુડર : નાના બચ્ચાને (પીલા)ને કૃત્રિમ ગરમી આપતા સાધત-“બ્રુડર" કહે છે.


રોગો

→ રાની ખેત, મેરેકસ, ફાઉલ પોક્ષ (શિતળા), એરીયન લ્યુકોસોર કોમ્પ્લેક્ષ (એ.એલ.સી.)


મરઘાં ઉછેરની પદ્ધતિ

→ મરઘાંને ઘર વગર છુટી રાખવાની (ફ્રિ રેન્જ) પદ્ધતિ.

→ ઘરની પાછળ વાડામાં (બેક યાર્ડ) મરઘાં રાખી ઉછેર કરવાનીપદ્ધતિ

→ રાત્રી નિવાસ માટે મરઘાં ઘર સાથે મરઘાંને છુટા રાખી પાળવાની પદ્ધતિ (સેમીઇન્ટેન્સીવ પદ્ધતિ).

→ ડીપ લીટર ભોંયતળીયા ઉપર ઉછેર કરવાની પદ્ધતિ

  • આ પદ્ધતિ મરઘાંની ચરકનું ઉત્તમ ખાતર માટે જાણીતી છે.
  • 1000 પક્ષી દીઠ આશરે 20 ટન ખાતર મળે.
  • પથારી બનાવવા ડાંગરને ફોતરી. લાકડાનો બેર, મગફળી ફોતડા, શેરડીના કુચા, ઘઉં, ડાંગરનું પરાળ.

  • → પાંજરા (કેઇજ) પદ્ધતિ

  • મોટા પાયે મરઘાં પાલન માટે અનુકૂળ.
  • ખર્ચ વધુ.

  • → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments