Ad Code

ઊંટ (Camel)

ઊંટ
ઊંટ (Camel)

→ ઊંટ એ રણ અને અર્ધરણ ક્ષેત્રનું પશુ છે.

→ ભારતમાં ઊંટોની સંખ્યા આશરે 4 લાખ છે.

→ તેનો ઉપયોગ રણપ્રદેશમાં ભારવહન કરવા અને સવારી કરવા માટે થાય છે. આ કારણે તેને રણનું વાહન પણ કહેવાય છે.

→ ઊંટને રોજનું આશરે 60 લીટર પાણી મળે તેવી ગોઠવણ કરવી જોઈએ

→ ઊંટના બચ્ચાને બોતડું કહે છે.

→ ઊંટડી ત્રણ વર્ષ બાદ ઋતુમાં આવે છે.

→ ઊંટડીનો ગર્ભકાળ સરેરાશ 370 થી 390 દિવસનો હોય છે.

→ સંવર્ધન શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે.

→ દુધાળા સમયમાં 2800 કિલો દૂધ આપે છે.

→ ઊંટને ઝેરબાજ નામનો ચેપી રોગ થાય છે.

→ ઊંટના પગ નીચે ગાદી હોય છે. જેથી રણમાં ઝડપથી ચાલી શકે છે.

→ ઊંટ એ લાંબો સમય પાણી સંગ્રહ કરી શકે છે.

→ ઊંટના વાળમાંથી દોરીઓ, ધાબળાઓ, સાદડી વગેરે બનાવવામાં આવે છે.

→ તેના ચામડાંનો ઉપયોગ શૈલીઓ અને તેલ રાખવાની કૂપીઓ બનાવવા માટે થાય છે.

→ ઊંટ પાલકો ઊંટના દૂધનો ઉપયોગ પીવા માટે કરે છે.

→ ભારતમાં સૌથી વધુ ઊંટ રાજસ્થાન રાજ્યમાં જોવા મળે છે. ત્યારબાદ અનુક્રમે ગુજરાત અને હરિયાણામાં જોવા મળે છે.

→ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ થોડા અંશે ઊંટ જોવા મળે છે.

→ ઉત્તરપ્રદેશ અને પંજાબના મેદાની તથા નદી તટ પ્રદેશમાં તેમજ રાજસ્થાનના જેસલમેર અને બિકાનેર જિલ્લાના રણક્ષેત્રમાં ઊંટ વધુ જોવા મળે છે.

→ ઉત્તર પંજાબના પર્વતીય ક્ષેત્રમાં મુખ્યત્વે પર્વતીય ઊંટ (Hill Camel) જોવા મળે છે.

→ રાજસ્થાનના અલવર, બિકાનેરી, કચ્છી અને જેસલમેરી ઉચ્ચ કક્ષાની ઊંટોની જાતો માનવામાં આવે છે.

→ એક માત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળતા ખારાઈ ઊંટ સમુદ્રમાં ત્રણ કિ.મી સુધી તરી શકે છે. જેને કારણે તેને તરતા ઊંટ (Swiming Camel) તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ ખારાઈ ઊંટ કચ્છની આબોહવા, છીછરા સમુદ્ર અને ખારાશને અનુરૂપ રહી શકે છે.

→ તેનો મુખ્ય ખોરાક મેંગરુવ વૃક્ષ હોય છે.

→ ગુજરાતમાં અમૂલ ડેરી દ્વારા ઊંટડીના દૂધના વેચાણને પ્રોત્સાહન આપવા 'કેમલ મિલ્ક' નામની પ્રોડકટ લોન્ચ કરવામાં આવી છે.

→ પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂનમના દિવસે કાત્યાયનો મેળો ભરાય છે. જેમાં ઊંટની મોટા પાયે લે-વેચ કરવામાં આવે છે.

→ યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ’ તરીકે જાહેર કરાયું છે.

→ ઊંટોના સંરક્ષણ માટે દર વર્ષે 22 જૂને આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ ઉજવવામાં આવે છે.

પ્રખ્યાત જાતો :
→ ગુજરાત: કચ્છી, ખારાઈ

→ રાજસ્થાન : બિકાનેરી, જેસલમરી, જાલોરી, મારવાડી, મેવારી

→ રાજસ્થાન/હરિયાણા : મેવાતી

→ મધ્યપ્રદેશ : માલવી


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments