→ તેઓ 4 વર્ષની નાની ઉંમરમાં એક અકસ્માતમાં આંખની ઈજાને કારણે અંધ બની ગયા હતા.
→ તેમના પિતાએ તેમને પેરિસની એક અંધ વિધાર્થીઓ માટેની ખાસ શાળા રોયલ ઈન્સ્ટિટયૂટ ફોર બ્લાઈન્ડ યુથ માં દાખલ કર્યા હતા. તેઓ તે જ શાળામાં આગળ જતા શિક્ષક તરીકે જોડાયા.
→ વર્ષ 1829માં અંધ વ્યકિત વાંચી શકે તેવી 6 ટપકાંવાળી સ્પર્શલિપિ વિકસાવવામાં તેમને સફળતા મળી જેને બ્રેઈલ લિપિ કહેવાય છે.
→ જેમાં તેમણે 6 ટપકાંનો ઉપયોગ કરીને 64 અક્ષરો અને ચિહ્નો તૈયાર કર્યા, જેમાં ગાણિતિક તથા સંગીતના ચિન્હોનો પણ સમાવેશ થાય છે.
→ આ પહેલા અંધજનો માટે વેલંટિન હોઉ લિપિનો ઉપયોગ થતો હતો તથા લુઈ બ્રેઈલની શાળામાં એક વખત ફ્રેન્ચ સેનાના અધિકારી કેપ્ટન ચાર્લ્સ બર્બિયરે સૈનિકો દ્વારા અંધારામાં ઉપયોગ થતી નાઇટ રાઇટિંગ અથવા સોનોગ્રાફી લિપિ વિશે જણાવ્યું હતું અને જેમાં 12 બિંદુઓનો ઉપયોગ થતો હતો. જેમાં સુધાર કરીને લુઈ બ્રેઈલે બ્રેઈલ લિપિ વિકસાવી હતી.
→ અંધ વ્યકિતઓને શિક્ષણ આપતી વિશ્વની શાળાઓ બ્રેઇલ લિપિનો ઉપયોગ કરે તથા બ્રેઇલ લિપિમાં પુસ્તકો અને સામાયિકો પણ પ્રકાશિત થાય છે.
→ લુઇ બ્રેઇલ અંધ હોવા છતાં તે ઉચ્ચ કક્ષાના સંગીતકાર પણ હતાં.
→ ભારત સરકારે વર્ષ 2009માં 200મી જન્મજયંતિ નિમિત્તે રૂપિયા 2 અને રૂપિયા 100 ના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા.
→ સંયુકત રાષ્ટ્ર(UN) દ્વારા નવેમ્બર, 2018માં બ્રેઈલ લીપીના શોધક લુઈ બ્રેઈલના જન્મ દિવસને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
જોયા વિના જીવો, પરંતુ તમે જે છો તે બનો (Live without seeing, but be what you are)
0 Comments