→ તેમણે ગણિતની એક નવી શાખા કલનશાસ્ત્ર (Calculus)ની શોધ કરી હતી.
→ તેમણે શોધી કાઢયું કે પૃથ્વીમાં રહેલા કોઇ વિશિષ્ટ આકર્ષણ બળ (ગુરુત્વાકર્ષણ બળ)ને કારણે જ પદાર્થ પૃથ્વી તરફ ખેંચાય છે તથા પૃથ્વી પરથી ઉપર તરફ ફેંકેલી વસ્તુ પૃથ્વી તરફ ખેંચાઇને પાછી નીચે આવે છે.
→ તેમણે એ પણ શોધ્યું કે હવામાં ફેંકેલા કોઇ પણ પદાર્થનું પૃથ્વી પર પડવાનો આધાર પદાર્થના વજન પર હોય છે. પૃથ્વી પર લાગતા આ પ્રકારના બળને ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું.
→ આઇઝેક ન્યૂટને વર્ષ 1687માં પોતાના પુસ્તક ધ પ્રિન્સિપલ મેથેમેટિકામાં ગતિના ત્રણ નિયમો આપ્યા છે.
→ જેમાં પ્રથમ નિયમમાં જડત્વની વ્યાખ્યા, બીજો નિયમમાં જડત્વનું મૂલ્ય અને ત્રીજો નિયમમાં આઘાત-પ્રત્યાઘાતને દર્શાવ્યા હતા.
→ આ ઉપરાંત તેમણે સૂર્ય અને પૃથ્વી સહિત અન્ય ગ્રહોના દળની ગણતરી વગેરેના નિયમ પણ પ્રસિદ્ધ કર્યા હતા. આ નિયમો યંત્રવિધા(mechanics) ના પાયાના સિદ્ધાંતો ગણાય છે.
→ આ ઉપરાંત તરંગ પ્રકાશશાસ્ત્ર તરંગ ગતિનું ગણિત, તરલનું યંત્રશાસ્ત્રી ભરતી- ઓટની સમજ વગેરે નિયમો પણ પ્રસિદ્ધ કર્યા હતા તેમજ પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કર્યું.
→ વર્ષ 1999માં તેમના ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર પર યોગદાન પર Me & Isaac Newton ની ડોક્યુમેન્ટર બનાવવામાં આવી છે.
0 Comments