ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ (Geographical methods and Techniques)
ભૌતિક ભૂગોળ (Physical Geography)
→ ભૌતિક ભૂગોળને પાંચ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે.
ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર (Geomophology)
આબોહવા વિજ્ઞાન (Climatology)
સમુદ્રવિજ્ઞાન (Oceanography)
જમીન વિજ્ઞાન (Soil Geography)
જળ વિજ્ઞાન(Hydrology)
→ ભૂસ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વીસપાટી સ્તરનાં ભૂમિસ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે.
→ આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાનાં ઘટકો અને તત્ત્વો જેવાં કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે.
→ સમુદ્રવિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી-ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેનાં સ્થાન, મહાસાગરોના પ્રવાહો, સમુદ્રતળનું ભૂપૃષ્ઠ, સમુદ્રજળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવજીવન પર અસરને અભ્યાસ કરે છે.
→ જમીનવિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ તેનાં લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે.
→ જળવિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ- ભૂમિકાનો અભ્યાસ કરે છે.
માનવ ભૂગોળ (Human Geography)
→ પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોના કારણે ગામડાં, કસબા, શહેરો, દેશ, કારખાનાં, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેનાં સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે.
→ સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તીવિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ-ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે.
→ માનવવિકાસને આડે આવતાં ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે, તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે.
→ વિડાલ દ લા બ્લાશના મતાનુસાર માનવ ભુગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે.
પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ' – ઍલન સેમ્પલ (Ellen Sample)
જૈવિક ભૂગોળ (Bio Geography)
→ ભૌતિક ભૂગોળ અને માનવ ભુગોળના આંતરસંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે.
→ પ્રાણીભૂગોળ (Zoo Geography), વનસ્પતિ ભૂગોળ (Plant Geography), પારિસ્થિતિકી (Ecology) અને પર્યાવરણ-ભુગોળ (Environment-Geography) જૈવિક ભૂગોળની શાખાઓ છે.
→ પ્રાણીભૂગોળ વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે.
→ વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસભૂમિના પ્રકારો તથા તેના વિતરણની માહિતી પ્રદાન કરે છે.
→ માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવજીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓનાં નિવાસસ્થાન, તેનાં ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે.
→ પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ-પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા-અવક્રમણ અને માનવકલ્યાણ ઉપરની અસરોની માહિતી પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે.
0 Comments