→ ભૂગોળ માટે Geography (જિઓગ્રાફી) શબ્દ સૌપ્રથમ ઈ.સ. પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભુગોળવિદ્ ઈરેટોસ્થિનિસે પ્રયોજ્યો હતો.
→ લેટિન ભાષામાં 'Geo' (જિઓ)નો અર્થ પૃથ્વી અને Graphia (ગ્રાફિયા) એટલે વર્ણન કરવું. તેથી 'ભૂગોળ’ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન.
→ 'ભૂગોળ'નો શાબ્દિક અર્થ 'પૃથ્વીનું વર્ણન' એવો થાય છે.
→ પૃથ્વીસપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ.
→ પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનીજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે.
→ ભૂગોળવિદ્ હાર્ટશોર્ન (Hartshorne)ના મતાનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન 'માનવ-સંસાર'ના રૂપમાં કરે છે.
→ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે બે જ પરિબળોનો અભ્યાસ થાય છે.
પ્રાકૃતિક તત્ત્વો(Physical elements) અને
સાંસ્કૃતિક તત્ત્વો (Cultural elements).
આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે.
→ પૃથ્વી પરના મૃદાવરણ, (નૃવંશાવરણ) જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના પરિપ્રેક્ષ્ય અભ્યાસ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વીનાં પાંચ આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ.
→ કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદ્ કહ્યું છે કે, ભૂગોળનો અભ્યાસ પૃથ્વીસપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનનાં સાધનો વિકસતાં જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વીસપાટીએથી વધુ ને વધુ ઊંચે અને વધુ ને વધુ ઊંડે સુધી વિસ્તરશે.
→ અથર્વવેદમાં પૃથ્વી અને તેનાં લક્ષણો તથા માનવવસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે.
→ ઈ.સ. પૂર્વેની બીજી સદીમાં ઈરેટોસ્થિનિસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો.
→ ગ્રીક ભૂગોળવિદ્ થેલ્સે ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં પૃથ્વીનાં કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
→ થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ્ ગણવામાં આવે છે.
→ ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળાવિદ્ પૃથ્વીનાં અથાંશવૃત્તો-રેખાંશવૃત્તો અને દેશોનાં ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી.
→ રોમન ભૂગોળવિદ્ સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું.
→ ભારતના આર્યભટ્ટ સૂર્યમંડળ અંગે વીગતો રજૂ કરી હતી.
→ વરાહમિહિરે પૃથ્વીના વ્યાસસંબંધી વીગતો રજૂ કરી હતી.
→ ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી અને
→ બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિપવિષયક ગ્રંથોની રચના કરી હતી.
→ મહાકવિ કાલિદાસે પોતાનાં મહાકાવ્યો 'મેઘદૂતમ્' અને 'કુમારસંભવમ્'માં ભારતનાં પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કરેલું છે.
→ ઈબ્નબતુતા નામના અરબ ભુગોળવિદ્ ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી.
→ જર્મનીના એ. વી. હંબોલ્ટ, કાર્લ રિટર, ઈમેન્યુએલ કાન્ટ અને ક્રેડરિક રેટઝેલ વગેરે મહાન ભુગોળવેત્તાઓએ ભૂગોળના વિષયવસ્તુ અંગે વિચારો પ્રસ્થાપિત કર્યા.
→ આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્ત્વોને પ્રાધાન્ય અપાયું.
→ વીસમી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠો અભ્યાસ પદ્ધતિસર તથા ક્ષેત્રીય (પ્રાદેશિક) એવા બે દષ્ટિકોણથી થવા લાગ્યો.
→ એકવીસમી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવભુગોળ બંનેને લગભગ એક્સરખું મહત્વ મળ્યું. 1960થી 1970ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ (qualitative techniques) અને અધતન ટેક્નોલીજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થયો.
ક્રમબદ્ર અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ (Systematic Approach) અને
પ્રાદેશિક(Regional Approach).
ક્રમદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ
→ આ અભિગમ સામાન્ય ભૂગોળનો છે.
→ જર્મન ભૂગોળવિદ્ ઍલેકઝાંડર વૉન હમ્બોલ્ટ (1769-1859) આ અભિગમના પ્રવર્તક છે.
→ આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્ત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને દરેક પ્રકરણનો અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે.
→ ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, ખનીજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન વસ્તી, વ્યાપાર વગેરેને અલગ-અલગ પ્રકરણમાં મૂકીને અભ્યાસ કરવામાં આવે છે.
→ વિશ્વસ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારોમાં અભ્યાસ કરવામાં આવે છે.
→ જેમ કે કુદરતી વનસ્પતિ - સર્વ પ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે પછી ક્ષેત્રીય સ્વરૂપના વર્ગીકૃત પ્રકારો ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ, મૌસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ વગેરેની જાણકારી આપવામાં આવે છે.
→ પદ્ધતિસરના અભ્યાસમાં સમગ્ર પરથી તેના અંશોનો અભ્યાસ કરવામાં આવે છે.
→ પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે (1770-1859) કર્યો છે.
→ પૃથ્વીના જુદા જુદા એકમો પડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં તેની તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.
→ દક્ષિણ અમેરીકામાં એમેઝોનનો ખીણ પ્રદેશ, આફ્રિકામાં કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશિયા, ઈંડોનેશિયા અને ફિલિપિન્સના દ્વિપ સમૂહો વગેરેને એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને વિષુવવૃત્તિય જંગલોનો પ્રદેશ તરીકે તેનો અભ્યાસ થાય છે.
→ આ એક પ્રદેશની આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનીજો, પ્રાણીજીવન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. તેને પ્રાદેશિક અભિગમ કહેવાય આવે છે.
→ પ્રાદેશિક અભિગમ (Regional Approach) ની મુખ્ય ઉપશાખાઓ નીચે પ્રમાણે છે
પ્રાદેશિક અધ્યયન (Regional Study)
પ્રાદેશિક વિશ્વલેષણ (Regional Analysis)
પ્રાદેશિક વિકાસ (Regional Development)
પ્રાદેશિક આયોજન (Regional Planning)
→ ભૂગોળ એક ગત્યાત્મક (Dynamic) વિષય છે. તેના વિષયવસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે.
→ મૃદાવરણ (ધનાવરણ), વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે.
0 Comments