સર આઇઝેક ન્યૂટન | Sir Isaac Newton


સર આઇઝેક ન્યૂટન

→ જન્મ :25 ડિસેમ્બર 1642 (ઈંગ્લેન્ડ, લિંકનશાયર)

→ અવસાન : 20 માર્ચ 1727, વુલ્સથૉર્પ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ


→ 17મી સદીમાં વૈજ્ઞાનિક ક્રાંતિને પરાકાષ્ઠા પર લાવનાર મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી

→ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી.

→ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા માટે ગણિતની એક નવી જ શાખા કલનગણિતનો આવિષ્કાર કર્યો. તેમાંથી આધુનિક ઇજનેરી વિદ્યાનો પાયો નંખાયો.

→ કલનગણિતની શોધ લાઇબનિટ્સ નામના જર્મન ગણિતજ્ઞે સ્વતંત્ર રીતે પણ કરેલી.

→ ન્યૂટને શોધી કાઢયું કે પૃથ્વીમાં રહેલા કોઇ વિશિષ્ટ આકર્ષણ બળ (ગુરુત્વાકર્ષણ બળ)ને કારણે જ પદાર્થ પૃથ્વી તરફ ખેંચાય છે તથા પૃથ્વી પરથી ઉપર તરફ ફેંકેલી વસ્તુ પૃથ્વી તરફ ખેંચાઇને પાછી નીચે આવે છે.

→ બીજગણિતને લગતાં તેમનાં સંશોધનો તેમણે લખેલા ‘એરિથમૅટિકા યુનિવર્સોલિસ’ (1907) નામના ગ્રંથમાં સંગ્રહેલ છે.

‘પ્રિન્સિપીઆ મૅથેમૅટિકા’ તેમના વિજ્ઞાનના સંશોધનકાર્યની એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે.

→ તેમણે વર્ષ 1687માં પોતાના પુસ્તક ધ પ્રિન્સિપાલ મેથેટીકામાં ગતિના ત્રણ નિયમો આપ્યા છે.


  1. પ્રથમ નિયમમાં જડત્વની વ્યાખ્યા
  2. બીજો નિયમમાં જડત્વનું મૂલ્ય અને
  3. ત્રીજો નિયમમાં આઘાત-પ્રત્યાઘાતને દર્શાવ્યા હતા.

→ ન્યૂટનના ગતિના નિયમો યંત્રવિદ્યા(mechanics)ના પાયાના સિદ્ધાંતો ગણાય છે.

→ કલનશાસ્ત્ર (calculus), ગુરુત્વાકર્ષણનો નિયમ (law of gravitation) તેમજ પ્રકાશશાસ્ત્ર(optics)ને લગતાં કેટલાંક સંશોધનોનો સમાવેશ થાય છે.

→ આ ઉપરાંત તેમણે સૂર્ય અને પૃથ્વી સહિત અન્ય ગ્રહોના દળની ગણતરી વગેરેના નિયમ પણ પ્રસિદ્ધ કર્યા હતા.

→ ન્યૂટને પ્રકાશ અને રંગ વિશે પણ અગત્યનું સંશોધન કરેલું છે. તેમણે બતાવ્યું કે સફેદ પ્રકાશ એ ખરેખર તો વર્ણપટ(spectrum)માં દેખાતા રંગોનો બનેલો છે.

→ આ ઉપરાંત પ્રકાશશાસ્ત્ર(optics) તરંગ ગતિનું ગણિત, તરલનું યંત્રશાસ્ત્ર, ભરતી- ઓટની સમજ વગેરે નિયમો પણ પ્રસિદ્ધ કર્યા હતા હતા.




→ 1665ની શરૂઆતમાં દ્વિપદી (binomial) પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કર્યું.

→ આકાશી પદાર્થોનાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે તેવો પરાવર્તન ટેલિસ્કોપ સૌપ્રથમ ન્યૂટને શોધ્યો હતો.

→ વર્ષ 1999માં તેમના ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર પર યોગદાન પર Me & Isaac Newtonની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે.

→ સર આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ વગેરે સંકળાયેલાં છે : ઉદાહરણ તરીકે, બળના એકમ તરીકે ‘ન્યૂટન’, ન્યૂટન-ગ્રેગરીની અંતર્વેશન (interpolation) પદ્ધતિ, પ્રશિષ્ટ યંત્રશાસ્ત્રમાં ન્યૂટનીય સંદર્ભ-માળખું (frame of reference), ન્યૂટનનું યંત્રશાસ્ત્ર (mechanics), ન્યૂટનના ગતિના નિયમો, ન્યૂટનનો શીતનનો નિયમ (law of cooling), ન્યૂટનનાં વલયો (Newton’s Rings), ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, લેન્સ માટેનાં ન્યૂટનનાં સૂત્રો વગેરે.



Post a Comment

0 Comments