રુદ્રેશ્વર મંદિર | રામપ્પા મંદિર | Rudreshwar Temple | Ramappa Temple


રુદ્રેશ્વર મંદિર | રામપ્પા મંદિર

→ રુદ્રેશ્વર મંદિર તેલંગાણા રાજ્યના મલગ જિલ્લાના પાલમપેટ ખાતે સ્થિત છે.

→ રુદ્રેશ્વર મંદિરનું નિમાર્ણ ઈ.સ. 1213માં કાકતીય સામ્રાજ્યના શાસનકાળમાં કાકતીય રાજા શ્રી ગણપતિ દેવના એક સેનાપતિ શ્રી રેચારલા રુદ્રએ કરાવ્યું હતું. આ મંદિરમાં ભગવાન રામલિંગેશ્વરની પૂજા કરવામાં આવે છે.

→ આ મંદિરને 'રામપ્પા મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું નામ શિલ્પકારના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમણે 40 વર્ષ સુધી આ મંદિરમાં કામ કર્યું હતું.





→ આ મંદિર છ ફૂટ ઉંચુ તારા જેવા પ્લેટફોર્મ પર ઉભુ છે, જેમાં દિવાલો, થાંભલાઓ અને છત પર જટિલ કોતરણી કરવામાં આવી છે. જે કાકતિય શિલ્પકારોની અનન્ય કુશળતાને પૃષ્ટિ આપે છે.

→ તેના પાયા સેન્ડબોક્સ ટેકનોલોજી' દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં ફલોર ગ્રેનાઈટ પથ્થરો અને બેસાલ્ટ ખડકોથી બનેલા થાંભલાઓ સાથે છે.

→ મંદિરનો નીચલો ભાગ લાલ રેતીના પથ્થરથી બનેલો છે. જ્યારે ‘સફેદ ગોપરમ' પ્રકાશ ઈટોથી બનેલો છે.

→ વર્ષ 2021માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રૂદ્રેશ્વર મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.




Post a Comment

0 Comments